ચોરી/ પેટલાદમાં તસ્કરોનો તરખાટ, હોટલમાંથી તેલના ડબ્બાની કરાઈ ચોરી

લોકડાઉન, ધંધા રોજગાર ઠપ્પ થવા સહિત કોરોના સંક્રમણમાં દેવું થઈ જવું સહિતની અનેક બાબતોને લઈને હવે ચોરીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જેમાં સોજીત્રા તાલુકાના પીપળાવ ગામે શ્રીજી સોસાયટીમાં સુશાંતકુમાર દિનેશભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે અને પેટલાદ શહેરમાં સ્ટેશન ઉપર આવેલી ધી પેટલાદ સોજીત્રા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લીમીટેડમાં મેનેજર તરીકે […]

Gujarat
crime પેટલાદમાં તસ્કરોનો તરખાટ, હોટલમાંથી તેલના ડબ્બાની કરાઈ ચોરી

લોકડાઉન, ધંધા રોજગાર ઠપ્પ થવા સહિત કોરોના સંક્રમણમાં દેવું થઈ જવું સહિતની અનેક બાબતોને લઈને હવે ચોરીનું પ્રમાણ દિન પ્રતિદિન વધી રહ્યું છે. જેમાં સોજીત્રા તાલુકાના પીપળાવ ગામે શ્રીજી સોસાયટીમાં સુશાંતકુમાર દિનેશભાઈ પટેલ પોતાના પરિવાર સાથે રહે છે અને પેટલાદ શહેરમાં સ્ટેશન ઉપર આવેલી ધી પેટલાદ સોજીત્રા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘ લીમીટેડમાં મેનેજર તરીકે ફરજ બજાવે છે. આ સહકાર મોલમાં હંગામી અને કાયમી મળી કુલ કર્મચારીઓ ફરજ બજાવે છે. જેમાં હંગામી સફાઈ કર્મચારી તરીકે પ્રકાશભાઈ અંબાલાલ (રહે. વિરોલ ડેરી પાસે મહાદેવ ફળીયુ) પણ છેલ્લા એક વર્ષથી ફરજ બજાવે છે.

સહકારી મોલમાં અને ગોડાઉનમાં સીસીટીવી કેમેરા લગાવ્યા હોવા છતાં તેલના ડબ્બા ચોરી થતાં હતા. મોલમાં તેમજ ગોડાઉનમાં કર્મચારીઓ સિવાય બહારનું અન્ય કોઈ માણસ આવતું ન હોવાથી મોલના મેનેજર સુશાંતકુમાર પટેલને કર્મચારીઓ ઉપર જ શક વહેમ હોવાથી વારંવાર કેમેરા પણ ચેક કર્યા હતા. પરંતુ કેમેરામાં પૂરેપૂરૂ ગોડાઉન દેખાતુ ન હતુ. જેથી કેમેરાના એંગલ ચેન્જ કરવામાં આવ્યા હતા. આ મોલમાંથી છેલ્લા એક માસમાંથી રૂપિયા 21,869ની કિંમતના તેલના ડબ્બા ચોરી થયા હતા. જેને પગલે રોજિંદા કેમેરા ચેક કરતા સફાઈ કામ કરતા પ્રકાશકુમાર અંબાલાલ રંગેહાથ ઝડપાઈ ગયા હતા.

એ જ રીતે બીજી તરફ ખંભાત તાલુકાના કલોદરા કંસારી રોડ ઉપર આવેલી એક કાઠીયાવાડી હોટલના ખુલ્લા રસોડામાંથી તસ્કરો તેલના ડબ્બા અને જનરેટર મળી રૂ 32,900ની મત્તા ચોરી કરી ગયા હતા. જે અંગે માલિક વિજયભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.