ઈડર/ જનકપુરી સોસાયટીના બંધ મકાનને તસ્કરોએ બનાવ્યું નિશાન, દાગીના સહિત રોકડની કરી ચોરી

ઈડરના વલાસણા હાઈવે રોડપર આવેલ જનકપૂરી સોસાયટીમાં આવેલ બંધ મકાનને ચોર ટોળકીએ નિશાન બનાવી ચોરીને અંજામ આપી નાસી છૂટતા ફરિયાદ દાખલ કરાઈ.

Gujarat Others
જનકપુરી
  • ઈડરમાં તસ્કરોનો આતંક
  • બંધ મકાનને નિશાન બનાવ્યું
  • હાથ સાફ કરી નાસી છુટી ટોળકી
  • પોલીસે વધુ તપાસ હાથ ધરી

સાબરકાંઠા જિલ્લાના ઈડર શહેરના વલાસણા રોડ પર આવેલ જનકપુરી સોસાયટીમાં સોમવારની મોડી રાત્રીએ તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી સોના ચાંદીના દાગીના રોકડ રકમ સહિત ચોરી કરી ચોર ટોળકી નાસી છુટાતા ઈડર પોલીસે ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરી.

ઈડરના વલાસણા હાઈવે રોડપર આવેલ જનકપૂરી સોસાયટીમાં આવેલ બંધ મકાનને ચોર ટોળકીએ નિશાન બનાવી ચોરીને અંજામ આપી નાસી છૂટતા ફરિયાદ દાખલ કરાઈ.

મળતી માહિતી મુજબ ઈડરના વલાસણા રોડપર આવેલ જનકપુરી સોસાયટીમાં મકાન ધરાવતા મકાન માલિક પોતાના વતનમાં માંગલિક પ્રસંગ હોઈ મકાનને તાળું મારી ઘરે ગયેલ હોઈ તે અરસામાં સોમવારની રાત્રીએ ચોર ટોળકીએ તકનો લાભ લઈ મકાનના મેન દરવાજા નો નકુચો તોડી ઘરની અંદર પ્રવેશ કરી અંદર રહેલ તિજોરી નું તાળું તોડી તિજોરીમાં અંદર રાખેલ દાગીના રોકડ રકમ સહિત કુલ મળી રૂ:12,87,000/- ની માતાની ચોરી કરી પલાયન થયેલ છે. જે બાબતે ઈડર પોલીસે ગુન્હો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ છે.

આ પણ વાંચો:આઝમ ખાનને અલ્હાબાદ હાઈકોર્ટમાંથી જામીન મળ્યા, શું તે જેલમાંથી બહાર આવશે?

આ પણ વાંચો:કોંગ્રેસની આદિવાસી સત્યાગ્રહ રેલી, જાણો ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આદિવાસી મતનું મહત્વ

આ પણ વાંચો:પીએમ મોદીએ બે ભારત બનાવ્યા, એક અમીરો માટે અને બીજું ગરીબો માટે : રાહુલ ગાંધી

આ પણ વાંચો:દાહોદ પહોંચ્યા રાહુલ ગાંધી, આદિવાસી સત્યાગ્રહ રેલીને કરશે સંબોધશે