OMG!/ તો શું આ છે ગુજરાત મોડલ, જ્યા પુખ્ત વય પહેલા થતા લગ્નનો રેશિયો છે વધારે

બંધારણીય દ્રષ્ટિએ 18 કે તેથી વધુ વયની દિકરી અને 21 કે તેથી વધુ વયનાં દિકરાને લગ્નનાં સામાજિક બંધનથી બંધાવા માટેની મર્યાદા નક્કી કરવામાં આવી છે….

Trending
zzas 155 તો શું આ છે ગુજરાત મોડલ, જ્યા પુખ્ત વય પહેલા થતા લગ્નનો રેશિયો છે વધારે

@અરુણ શાહ, મંતવ્ય ન્યૂઝ

બંધારણીય દ્રષ્ટિએ 18 કે તેથી વધુ વયની દિકરી અને 21 કે તેથી વધુ વયનાં દિકરાને લગ્નનાં સામાજિક બંધનથી બંધાવા માટેની મર્યાદા નક્કી કરવામાં આવી છે. પરંતુ ગુજરાતમાં સગીરવયની વયે જ લગ્નનાં બંધનમાં બંધાતા દિકરા-દિકરીની ટકાવારી ચિંતાજનક હોવાનું તારણ નેશનલ ફેમિલી હેલ્થ દ્વારા થયેલા સર્વેમાં બહાર આવ્યું છે.

15 જિલ્લામાં 25 ટકા કરતાં વધુ સગીર લગ્નો

ખેડા – 49.2 ટકા

બનાસકાંઠા – 37.3 ટકા

આણંદ  – 28 ટકા

અરવલ્લી –   27 ટકા

છોટાઉદેપુર – 27.5 ટકા

દાહોદ – 29.9 ટકા

ગાંધીનગર – 32.6 ટકા

મહેસાણા – 32.3 ટકા

મહીસાગર – 30.7 ટકા

નર્મદા – 29.5 ટકા

પંચમહાલ – 34.1 ટકા

પાટણ – 35.4 ટકા

સાબરકાંઠા – 27 ટકા

તાપી – 25.3 ટકા

ડાંગ – 30.2 ટકા

લગ્ન એક સામાજિક બંધન છે. લગ્નરૂપી સામાજિક બંધનમાં બંધાવા માટે ભારતીય બંધારણનાં કાનૂન પ્રમાણે દિકરા-દિકરીની વયમર્યાદા નિયત કરવામાં આવી છે. જે મુજબ દિકરી માટે 18 વર્ષની વય અને દિકરા માટે 21 વર્ષ પછી જ લગ્નનાં બંધનમાં જોડાઇ શકે છે. પરંતુ ગુજરાતમાં 18 વર્ષની વય પહેલા દિકરીનાં લગ્ન કરવાનો રેશિયો 21.8 ટકા છે. તો 21 વર્ષની વય પહેલાં દિકરાનાં લગ્ન કરવાનો રેશિયો 27.7 ટકા હોવાનું તારણ બહાર આવ્યું છે. નેશનલ ફેમિલી હેલ્થ દ્વારા થયેલા સર્વેમાં 15 થી 19 વર્ષની વયમાં દિકરી ગર્ભવતી હોવાની ટકાવારીએ વધુ ચિંતા બતાવી છે. જેનો દર પણ ગુજરાતમાં 5.2 ટકા રહ્યો છે. રાજ્યનાં ખેડા જિલ્લામાં સૌથી વધુ સગીર વયની દિકરીઓએ લગ્ન કર્યા હોવાની વિગત પણ સર્વેમાં બહાર આવી છે. જે રેશિયો 49.2 ટકા રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં આ રેશિયો 37.3 ટકા તો પાટણ જિલ્લામાં આ રેશિયો 356.4 ટકા રહ્યો છે. સગીર વય એટલે કે 15 થી 19 વર્ષની વય વચ્ચે દિકરી ગર્ભવતી બનતા હોવાની ટકાવારીમાં ગ્રામ્ય વિસ્તારમાં 6.7 ટકા તો શહેરી વિસ્તારમાં આ ટકાવારી 2.6 ટકા રહી છે. જે પણ ચિંતાજનક છે. રાજ્યનાં 15 જિલ્લામાં 18 વર્ષની વય પહેલા લગ્ન કર્યાનું પ્રમાણ 25 ટકાથી વધુ હોવાની વિગત પણ સર્વેમાં બહાર આવી છે.

-ગ્રામ્ય વિસ્તારમાં  – 6.7 ટકા

-શહેરીવિસ્તારમાં   – 2.6 ટકા

-ડાંગજિલ્લો            – 13 ટકા

-નર્મદાજિલ્લો         – 12 ટકા

-ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લો – 10 ટકા

ગુજરાતમાં ગ્રામ્યવિસ્તારમાં સગીરવયે દિકરીના લગ્ન જ નહી પરંતુ ગર્ભવતી માતા બનવાની ટકાવારી પણ વધુ હોવાનું તારણ સર્વેમાં બહાર આવ્યું છે. રાજ્યના ચારજિલ્લામાં આ પ્રમાણ 10 ટકા કે તેથી વધુ હોવાની ચિંતાજનક માહિતી બહાર આવી છે. ગુજરાત જ નહીં દેશમાં પણ સગીર વયે લગ્નનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે..અને આ મુદ્દો સામાજિક સમસ્યા બન્યો છે એ જ હેતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકાર હવે આ અંગે પણ પુખ્તવયની વ્યાખ્યામાં ફેરફાર કરી દિકરી માટે 16 અને દિકરા માટે 18 વર્ષની વયે લગ્નની વયમર્યાદા નિયત કરવા કાયદો લાવવાની દિશામાં સક્રિય વિચારણા પણ હાથ ધરી છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો