Not Set/ શ્રીદેવીના સન્માનમાં સ્વિઝરલેન્ડમાં મુકાશે પ્રતિમા

મુંબઈ શ્રીદેવી બોલીવુડના શ્રેષ્ઠ એક્ટ્રેસ હતા. તેમની ખૂબસુરતતા અને એક્ટિંગ પાછળ લાખો લોકો દિવાના છે. શ્રીદેવીના ચાહકો આજે પણ માત્ર ભારત નહિ પરંતુ દુનિયાભરમાં છે. બોલીવુડમાં હવા હવાઈથી ઓળખીતા શ્રીદેવીને આજે પણ વિદેશમાં યાદ કરવામાં આવે છે. સ્વિઝરલેન્ડમાં શ્રીદેવીના સન્માન રૂપે તેમની પ્રતિમા  બનાવવામાં આવશે. વિદેશમાં શ્રીદેવીની મૂર્તિ બને બોલીવુડ માટે આનાથી વધારે ખુશીની વાત […]

Trending Entertainment
sridevi schauspielerin શ્રીદેવીના સન્માનમાં સ્વિઝરલેન્ડમાં મુકાશે પ્રતિમા

મુંબઈ

શ્રીદેવી બોલીવુડના શ્રેષ્ઠ એક્ટ્રેસ હતા. તેમની ખૂબસુરતતા અને એક્ટિંગ પાછળ લાખો લોકો દિવાના છે. શ્રીદેવીના ચાહકો આજે પણ માત્ર ભારત નહિ પરંતુ દુનિયાભરમાં છે. બોલીવુડમાં હવા હવાઈથી ઓળખીતા શ્રીદેવીને આજે પણ વિદેશમાં યાદ કરવામાં આવે છે. સ્વિઝરલેન્ડમાં શ્રીદેવીના સન્માન રૂપે તેમની પ્રતિમા  બનાવવામાં આવશે. વિદેશમાં શ્રીદેવીની મૂર્તિ બને બોલીવુડ માટે આનાથી વધારે ખુશીની વાત કઈ હોઈ શકે.

Image result for sridevi

તમને જણાવી દઈએ કે સ્વિઝરલેન્ડમાં શ્રીદેવીએ ઘણી ફિલ્મોનું શૂટિંગ કર્યું છે. સ્વિઝરલેન્ડના પહાડો પર ડાન્સ કરનારા તેઓ પ્રથમ અભિનેત્રી હતા. આવી સુંદર જગ્યાએ તેમનો ડાન્સ જોઇને દરેક ભારતીયને મનમાં ત્યાં ફરવા જવાની ઇચ્છા જાગી હતી. દુનિયામાંથી વિદાય લેનારા શ્રીદેવીના ચાહકો માટે આ સારા સમાચાર કહી શકાય.

Related image

સુત્રોના જણાવ્યા પ્રમાણે સ્વિસ સરકારે આની પહેલા પણ યશ ચોપરાની પ્રતિમાને સ્થાપીને ભારત પ્રત્યેનો પોતાનો લગાવ જણાવ્યો હતો. સ્વિઝરલેન્ડના ટુરીઝમમાં શ્રીદેવીનું યોગદાન જોઈને સરકારે તેમની પ્રતિમા બનાવવાનો વિચાર કર્યો છે.

Image result for sridevi

અત્રે ઉલ્લેખનીય છે કે શ્રીદેવીની ફિલ્મ ચાંદનીના ગીતનું શુટિંગ સ્વિઝરલેન્ડમાં થયું હતું.  આ ફિલ્મ બાદ બીજી ફિલ્મોનું  પણ શુટિંગ કરવાનો સિલસિલો ચાલુ થઇ ગયો. માત્ર શ્રીદેવી જ નહિ પરંતુ શાહરૂખખાનની ફિલ્મોનું શુટિંગ પણ ત્યાં થયું છે.