Corona Update/ ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના આટલા કેસ નોંધાયા

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 3 નવા કેસ સામે આવ્યા છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 27 થઇ છે અને ત્રણ દર્દીઓએ કોરોનાને માત આપીને સાજા થયા છે

Top Stories Gujarat
Corona
  • 24 કલાકમાં કોરોનાના નવા 3 કેસ નોધાયા
  • 24 કલાકમાં કોરોનાના 3 દર્દી સાજા થયા
  • રાજ્યમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 27
  • અમદાવાદ શહેરમાં કોરોનાના 1 કેસ
  • વડોદરા શહેરમાં કોરોનાના 2 કેસ

Corona: દેશ સહિત વિશ્વભરમાં કોરોનાના કેસો ફરી એકવાર વધી રહ્યા છે. ચીનમાંમાં તો કોરોના વિસ્ફોટ સ્થિતિ  છે. ચીનની હાલત હાલ કોરોનાનાને લઇને ખુબ ખરાબ છે, દવાનો પૂરતો સ્ટોક નથી સાથે દવાખાનામાં જગ્યા પણ નથી.  અહેવાલમાં જાણવવામાં આવ્યું છે કે કોરોના વિકરાળ સ્વરૂપ લઇ શકે છે અને ચીનમાં લાખો લોકોના મોત થવાની સંભાવના બતાવવામાં આવી છે.વિશ્વમાં કોરોનાના કેસ સક્રીયતા ભારત પણ એલર્ટ થઇ ગયું છે. આરોગ્ય મંત્રીએ ઉચ્ચસત્રીય બેઠક પણ યોજી હતી અને ગાઇડલાઇન પણ નક્કી કરી છે . રાજયમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3  કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 3 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 27 થઇ છે અને ત્રણ દર્દીઓએ કોરોનાને માત આપીને સાજા થયા છે.અમદાવાદ શહેરમાં કોરોનાના એક કેસ નોંધાયો છે. જયારે વડોદરા શહેરમાં કોરોનાના બે કેસ જોવા મળ્યા છે.

નોંધનીય છે કે રાજ્યોને લખેલા પત્રમાં કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તેમને નાતાલ અને નવા વર્ષને ધ્યાનમાં રાખીને કોવિડ નિયમોનું પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. તેમજ રાજ્ય સરકારને જીનોમ સિક્વન્સિંગના પોઝિટિવ સેમ્પલ મોકલવા જણાવ્યું હતું જેથી કરીને નવા પ્રકારોની હાજરી અંગે ચેતવણી આપી શકાય.

જયારે કોરોનાની ગંભીરતા જોતા પીએમ મોદીએ કહ્યું કે મજબૂત દેખરેખની જરૂર છે અને તપાસ વધારવી જોઈએ. તેમણે માસ્ક પહેરવાની સલાહ આપી અને કહ્યું કે કોવિડ હજી સમાપ્ત થયો નથી. પીએમ મોદીએ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર દેખરેખ વધારવા પર પણ ભાર મૂક્યો હતો.

સરકારે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને એક એડવાઈઝરી જારી કરીને કહ્યું છે કે નવા કોવિડ-પોઝિટિવ દર્દીઓના સેમ્પલ જીનોમ ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે, જેથી આ સેમ્પલની જીનોમ સિક્વન્સિંગ ત્યાં થઈ શકે અને જો કોરોનાનું નવું વેરિઅન્ટ ડેવલપ થાય, તો તે પરીક્ષણ કરી શકાય છે.

ગુજરાતમાં સ્થિતી ગંભીર નથી પરંતુ તહેવારોને જોતા સાવચેતી રાખવી અતિ આવશ્કય છે.

Corona Virus/ કોરોનાને લઈને કેન્દ્રની એડવાઈઝરી જાહેર, રાજ્યોને કરાયા એલર્ટ