Not Set/ કુમાર વિશ્વાસનો બાબા રામદેવ પર કટાક્ષ કહ્યું,- આપણે યોગ શરુ કર્યા, અને તેમણે વ્યવસાય…

તેઓ આગળ કહે છે, ‘તે એવી રીતે  પોતાનો માલ સમાન વેચે છે  જો તમે ખરીદી નહીં કરો તો તમને લાગશે કે  તમે  હિન્દુ ધર્મમાંથી  બહાર કરી દેવામાં આવશે.  તેઓ ફિનાઇલ વેચે છે, જે ગૌમૂત્રમાંથી બનાવે છે – ગોનાઈલ. આ બધું તો ઠીક છે. પણ તેઓ બોટમ ઉપર લખે છે કે ગાયને કતલખાને જવાથી બચાવો. ..

India Trending
rupani 9 કુમાર વિશ્વાસનો બાબા રામદેવ પર કટાક્ષ કહ્યું,- આપણે યોગ શરુ કર્યા, અને તેમણે વ્યવસાય...

છેલ્લા કેટલાક દિવસોથી એલોપેથી ચિકિત્સા પદ્ધતિ પર ના વિવાદિત નિવેદનને લઇ બાબા રામદેવ  ચર્ચામાં છે. સમાચારો અનુસાર, બાબાએ કહ્યું હતું કે કોરોનાથી નથી માર્યા એટલા એલોપેથિક દવાથી માર્યા છે. જો કે ચારેબાજુ થી આવેલા પ્રેસર ને કારણે બાબા રામદેવે પોતાના વિવાદિત નિવેદન બદલ માફી પણ માગી હતી. આઈ.એમ.એ. અને ફર્મા કંપનીઓ ને  25 જેટલા પ્રશ્નો પૂછ્યા પછી તે આ કેસ ફરી પાછો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સામાન્ય લોકો ઉપરાંત સેલેબસ પણ ‘એલોપેથી વિરુદ્ધ  આયુર્વેદ’ની આ ચર્ચામાં દોડી આવ્યા છે. હવે એક વીડિયો સામે આવ્યો છે, જેમાં કવિ કુમાર વિશ્વાસ બાબા રામદેવની ટીકા કરી રહ્યા છે.

જો કે અહેવાલો અનુસાર આ વિડીયો 2019ના  કવિ સંમેલનનો છે, જ્યારે કુમારે બાબા પર ટિપ્પણી કરી હતી. તે વીડિયોમાં કહી  રહ્યા  છે, ‘આ દેશમાં દુકાનમાં માલ છે કે નહીં, પરંતુ વેચતા તો માત્ર બે જ લોકોને આવડે છે . અને બંને અત્યારે ટોપ ઉપર છે,  ભાઈ. બાબાએ શું વેચ્યું છે?  છેલ્લા 12 વર્ષથી બાબા ટીવી પર આવ્યા અને કહ્યું કે કામ-ધંધો  છોડો અને યોગ કરો. અમે યોગની શરૂઆત કરી, તેઓએ ધંધો શરૂ કર્યો. ‘

તેઓ આગળ કહે છે, ‘તે એવી રીતે  પોતાનો માલ સમાન વેચે છે  જો તમે ખરીદી નહીં કરો તો તમને લાગશે કે  તમે  હિન્દુ ધર્મમાંથી  બહાર કરી દેવામાં આવશે.  તેઓ ફિનાઇલ વેચે છે, જે ગૌમૂત્રમાંથી બનાવે છે – ગોનાઈલ. આ બધું તો ઠીક છે. પણ તેઓ બોટમ ઉપર લખે છે કે ગાયને કતલખાને જવાથી બચાવો. .. અહીં માણસને લાગે છે કે જો બે બોટલો ખરીદવામાં નહીં આવે તો એક ગાય કપાઈ જશે.

વીડિયોમાં કુમાર વિશ્વાસે બાબાની મીઠું  વેચવાની રીત પણ વર્ણવી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર એકદમ વાયરલ થઈ રહ્યો છે. તમને જણાવી દઈએ કે આઈએમએએ વડા પ્રધાનને પત્ર લખીને બાબા રામદેવ પર રાજદ્રોહ માટે કાર્યવાહી કરવાની માંગ કરી છે. આઇએમએનો આરોપ છે કે બાબાએ કોવિડ -19 ની સારવાર માટે સરકારના પ્રોટોકોલને પડકાર ફેંક્યો છે અને દેશના રસીકરણ અભિયાનને બદનામ કર્યું છે.

sago str કુમાર વિશ્વાસનો બાબા રામદેવ પર કટાક્ષ કહ્યું,- આપણે યોગ શરુ કર્યા, અને તેમણે વ્યવસાય...