Not Set/ સૂર્યગ્રહણ / વડા પ્રધાન મોદીએ “રીંગ ઓફ ફાયર”નો નજારો નિહાળ્યો

આજે ભારતમાં વર્ષના અંતિમ સૂર્યગ્રહણની અનુભૂતિ થી રહી છે ત્યારે દેશના ઘણા બધા ભાગોમાં આ અદ્ભુત સૂર્યગ્રહણ નો નજરો જોઅવા મળી રહ્યો હતો. અને ઘણા બધા લોકોએ આ સૂર્ય ગ્રહણ નિહાળ્યું પણ છે. વડાપ્રધાન મોદી પણ આ નજારો માણવા માં બાકાત નથી.  pm મોદીએ આ વર્ષના અંતિમ સૂર્ય ગ્રહણનો નજરો માણ્યો અને ફોટા પણ રજુ કર્યા […]

Top Stories India
carnival 2019 2 સૂર્યગ્રહણ / વડા પ્રધાન મોદીએ “રીંગ ઓફ ફાયર”નો નજારો નિહાળ્યો

આજે ભારતમાં વર્ષના અંતિમ સૂર્યગ્રહણની અનુભૂતિ થી રહી છે ત્યારે દેશના ઘણા બધા ભાગોમાં આ અદ્ભુત સૂર્યગ્રહણ નો નજરો જોઅવા મળી રહ્યો હતો. અને ઘણા બધા લોકોએ આ સૂર્ય ગ્રહણ નિહાળ્યું પણ છે. વડાપ્રધાન મોદી પણ આ નજારો માણવા માં બાકાત નથી.  pm મોદીએ આ વર્ષના અંતિમ સૂર્ય ગ્રહણનો નજરો માણ્યો અને ફોટા પણ રજુ કર્યા છે.

દેશમાં આજે વર્ષનું અંતિમ સૂર્ય ગ્રહણ દેખાયુ હતું. દેશના ઘણા ભાગોમાં સામાન્ય લોકોએ પણ આ અદ્ભુત દ્રશ્ય  જોયું હતું. અન્ય દેશવાસીઓની જેમ વડાપ્રધાન મોદી, પણ સૂર્યગ્રહણ નિહાળતા નજરે પડ્યા હતા. જોકે દિલ્હીમાં વાદળ છાયા વાતાવરણ ને કારણે સ્પષ્ટ જોઈ શકવું શક્ય બન્યું નથી.  વડાપ્રધાન ની સાથે કેટલાક એક્સપર્ટની ટીમ પણ હાજર હતી. તો સાથે સાથે તેમને સૂર્યગ્રહણ  માટેના સ્પેશીયલ ગોગલ્સ પણ પહેર્યા હતા. અને તેમના ટવીટર  પર પોતાની આ તસ્વીરો પણ શેર કરી હતી.

સાથે તેમને લખ્યું પણ હતું કે સામાન્ય નાગરિક ની જેમ હું પણ આ સૂર્ય ગ્રહણ જોવા માટે ઉત્સાહિત હતો પરંતુ વાદળ ને કારણે હું સ્પષ્ટ રીતે જોઈ ના શક્યો. પરંતુ લાઈવ સ્ટ્રીમ મારફતે કોઝીકોડમાં દેખાતા સૂર્યગ્રહણનું જીવંત પ્રસારણ જરૂરથી નિહાળ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.