Not Set/ કુલગામમાં અમદાવાદનો જવાન શહિદ, પાર્થિવ શરીરને આજે અમદાવાદ લાવવામાં આવશે

અમદાવાદઃ દક્ષિણ કાશ્મિરમાં કુલગામમાં આતંકવાદી સામે થયેલા એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જેમા 2 જવાનો પણ શહીદ થયા હતા તેમાનો એક જવાન ગુજરાતનો અમદાવાદનો હતો. આતંકવાદી મોટી આતંકી ઘટનાને અંજામ આપવા માટે આવ્યા હતા ત્યારે અર્મીના જવાનોએ કુલગામ જિલ્લાના યારિપોરાના એક ગામના એક ઘરમાં છુપાયેલા આતંકવાદીઓ પર હૂમલો કર્યો હતો. આ હુમલામાં હિઝબુલ […]

Gujarat India
624 કુલગામમાં અમદાવાદનો જવાન શહિદ, પાર્થિવ શરીરને આજે અમદાવાદ લાવવામાં આવશે

અમદાવાદઃ દક્ષિણ કાશ્મિરમાં કુલગામમાં આતંકવાદી સામે થયેલા એન્કાઉન્ટરમાં 4 આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા હતા. જેમા 2 જવાનો પણ શહીદ થયા હતા તેમાનો એક જવાન ગુજરાતનો અમદાવાદનો હતો. આતંકવાદી મોટી આતંકી ઘટનાને અંજામ આપવા માટે આવ્યા હતા ત્યારે અર્મીના જવાનોએ કુલગામ જિલ્લાના યારિપોરાના એક ગામના એક ઘરમાં છુપાયેલા આતંકવાદીઓ પર હૂમલો કર્યો હતો. આ હુમલામાં હિઝબુલ મુજાહિદીનના ચાર આતંકવાદીને ઠાર કરવામાં આવ્યા હતા.

આ હુમલામાં સામ સામે થયેલા એન્કાઉન્ટરમાં ગુજરાત અમદાવાદના ગોપાલસિંહ ભદોરિયા સહિત રાષ્ટ્રીય રાયફલ્સના બે જવાન શહીદ થયા હતા.

કાશ્મિરમાં શહિદ થયેલા ગોપાલસિંહ બદોરિયા અમદાવાદના બાપુનગરમાં આવેલી હિરાવાડીમાં આવેલી સોસાયટીમાં રહેતો હતો. ગોપાલસિંહન  પિતાના જણાવ્યા અનુસાર મુંજબઇની તાજ હોટેલમાં થેયાલા હૂમાલામાં આતંકવાદીઓને મારવામાં મોટી ભૂમિકા ભજવી હતી. જેમાં એક સૈનિકનો જીવ બચાવવા બદલ  તેને મેડલ પણ મળ્યો હતો. પિતાએ જવાનની શહિદી પર ગર્વની લાગણી વ્યક્ત કરી હતી.

મળતી વિગતો અનુસાર, શહીદ ગોપાલસિંહ નિરમા યુનિવર્સિટીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ અધૂરો મૂકી સૈન્યમાં જોડાયા હતા. તેમના પરિવારમાંથી ચાર સભ્યો સૈન્યમાં હતા. ગોપાલસિંહના બે નાના ભાઇઓ પૈકી સૌથી નાનો ભાઇ વિક્રમસિંહ હોમગાર્ડ તરીકે ફરજ બજાવે છે અને અન્ય ભાઇ સંજયસિંહ ઇંદોરમાં સિવિલ એન્જિનિયર છે.