સુરેન્દ્રનગર/ લીંબડી શહેરના કેટલાક વિસ્તારોને COVID-19 Containment Area તરીકે જાહેર કરાયા

સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશના કેટલાક વિસ્તારોમાં તપાસ દરમિયાન COVID-19ના કેસો મળી રહ્યા છે

Gujarat
Untitled 59 1 લીંબડી શહેરના કેટલાક વિસ્તારોને COVID-19 Containment Area તરીકે જાહેર કરાયા

સમગ્ર ગુજરાત રાજ્ય તેમજ ભારત દેશના કેટલાક વિસ્તારોમાં તપાસ દરમિયાન COVID-19ના કેસો મળી રહ્યા છે. તેની અસરોને નિયંત્રિત કરવા માટે ભારત સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા સમયાંતરે નોવેલ કોરોના વાયરસ કોવિડ-૧૯ ફેલાવો અટકાવવા માટેની માર્ગદર્શિકા પણ જાહેર કરવામાં આવેલ છે.

જે અન્વયે સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં કોરોના વાયરસ COVID-19ના ૪ પોઝીટીવ કેસ આવતા સદરહું વાઈરસના ઝડપી સંક્રમણને ધ્યાને લેતા લોકોની સુરક્ષા બાબતે તકેદારીના પગલારૂપે લોકોની અવર-જવર પર પ્રતિબંધ ફરમાવવાની જરૂરિયાત જણાતા લીંબડી સબ-ડિવિઝનલ મેજીસ્ટ્રેટ એચ.એમ.સોલંકીએ તેમને મળેલ સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા કેટલાક પ્રતિબંધો ફરમાવ્યા છે.

આ  પણ વાંચો:વિવાદ / યુદ્ધ સ્મારકમાં અમર જવાન જ્યોતિની જ્યોતના વિલિનીકરણને લઈને વિવાદ

આ જાહેરનામામાં જણાવ્યા પ્રમાણે COVID-19ના ૪ પોઝીટીવ કેસ જ્યાં મળી આવેલ છે તે લીંબડીમાં આવેલ સુર્યપુરમ સોસાયટીના ૮ ઘરોની ૨૮ની વસ્તીના, રામદેવ પીરના ખાંચા વાળા વિસ્તારના ૬ ઘરોની ૩૯ ની વસ્તીના, કર્મચારીનગરના ૧ ઘરની ૫ ની વસ્તીના અને સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સામેના ૩૬ ક્વાર્ટસના ૧ ઘરની ૩ ની વસ્તીના સમગ્ર વિસ્તારને COVID-19 Containment Area તરીકે જાહેર કરવામાં આવે છે .

આ વિસ્તારમાં કોઈપણ વ્યક્તિઓના સમૂહનો આ ક્ષેત્રમાં જમાવડો કે ભેગા થવા પર પ્રતિબંધ રહેશે. કોઈપણ વ્યક્તિએ ભીડ એકઠી કરવાની નહીં કે પોતે ભીડનો ભાગ બનવાનું રહેશે કે તેઓ પોતાના ઘરની બહાર નિકળશે નહીં. આ વિસ્તારમાંથી કોઈપણ પ્રકારનું રોકાણ કર્યા સિવાય સીધે સીધા વાહનો આવશ્યક અને આકસ્મિક પ્રસંગોએ પસાર થઈ શકશે નહીં. આ Micro Containment વિસ્તારની તમામ દુકાનો, કાર્યાલય, ફેક્ટરી, ગોદામ, લારી-ગલ્લા, પથરણા, ફેરિયાઓની તમામ ગતિવિધિઓ તાત્કાલિક અસરથી બંધ કરવાની રહેશે.

આ પણ વાંચો:રાજકોટ /  રૂ.૪૨.૩૮ કરોડના ખર્ચે નિર્માણ પામેલ લક્ષ્મીનગર અન્ડર બ્રિજનું ઈ-લોકાર્પણ CMના હસ્તે થશે

આ ઉપરાંત લીંબડીના ઉકત જાહેર કરવામાં આવેલ Containment Area ઉપરાંત લીંબડીમાં આવેલ સુર્યપુરમ સોસાયટીના ૧૫ ઘરોની ૫૮ ની વસ્તીના, રામદેવ પીરના ખાંચા વાળા વિસ્તારના ૨૦  ઘરોની ૮૪ ની વસ્તીના, કર્મચારીનગરના ૨૦ ઘરોની ૧૦૫ ની વસ્તીના અને સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ સામેના ૩૬ ક્વાર્ટસના ૧  ઘરની ૩ ની વસ્તીના સમગ્ર વિસ્તારને CORE AREA-BUFFER ZONE તરીકે જાહેર કરવામાં આવે છે.આ હુકમની અમલવારી તા.૨૫/૧/૨૦૨૨ સુધી કરવાની રહેશે.