રાજકોટ/ રાજકોટ ફિલપકાર્ટનાં ડિલેવરી બોયએ છેતરપીંડી કરતા,ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરાઇ

બ્રાન્ચની ટીમ તેને ઝડપી પાડી તેની પાસેથી એપલનો બે ફોન, રીયલ મીના પાંચ મોબાઇલ ફોન વિવો, મોટોરેલા અને ઇન્ડીનીટી કંપનીના એક એક ફોન અને એક સ્માર્ટ વોચ, હાર્ડ ડીસ્ક કબ્જે કરી કુલ રૂ. 3,20,122 નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Gujarat Rajkot
Untitled 302 રાજકોટ ફિલપકાર્ટનાં ડિલેવરી બોયએ છેતરપીંડી કરતા,ક્રાઇમ બ્રાન્ચ દ્વારા અટકાયત કરાઇ

રાજકોટ આમ તો રંગીલું  શહેર તરીકે જાણીતું  છે. તેમજ  સૌરાષ્ટ ની શાન રાજકોટને  ગણવામાં  આવે છે .  ત્યારે આ શહેરમાં  દિવસે દિવસે આગ, અકસ્માત,  લૂટ ના કેસો વધતાં  જોવા મળી રહ્યા છે  . ત્યારે એવો જ એક કિસ્સો સામે આવ્યો છે જેમાં   ફલિપકાર્ડમાં નોકરી કરતાં ડીલેવરી બોયેગઠીયાગીરી કરી 10 મોધાઘાટ મોબાઇલ ઘડીયાળ અને આઇફોન વોચ ડીલીવરી કરવાની જગ્યાએ પોતાના પાસે રાખી બીજા લોકોને વેંચી કંપની સાથે છેતરપીંડી કરતા તેની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી કુલ રૂ. 3.20 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

આ પણ વાંચો ;કર્ણાટક / ભંગાર વેચીને 1743 કરોડ કમાયા, હવે કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડશે

મળતી માહીતી મુજબ ફલિપકાર્ટમાં ડીલેવરી બોય તરીકે નોકરી કરતો ઉમંગ મનસુખ જુવારદા એ કંપની સાથે છેતરપીંડી કરી અને 10 મોબાઇલ ફોન, સ્માર્ટવોચ અને હાર્ડ ડિસ્કની ચોરી કર્યાની જાણ ક્રાઇમ બ્રાન્ચના પી.આઇ. વી.કે.ગઢવીને મળતા તેની માર્ગદર્શન હેઠળ પી.એ.આઇ. પી.એમ. ધાખડા અને તેમની ટીમના ભાવેશભાઇ ગઢવી અને અમીતભાઇ અગ્રાવતને બાતમી મળતા ચોરને મવડી પાસેથી ઝડપી પાડયો હતો. અને તેની પુછતાછ કરતા તેને કબુલાત આપી હતી કે દીવાળીના સમય હોવાથી કંપનીમાં ભારે ઓડર હતા અને ડીલેવરી ઘણી હતી.

આ પણ વાંચો ;સૂલી કાંડ / મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહ પોલીસ સ્ટેશનમાં હાજર થયા

જેથી તે મોધા ફોન અને અન્ય એકસસેરીઝની ડીલેવરી ન કરતો અને તેની ચોરી કરી બીજા વ્યકિતને વિશ્ર્વાસમાં લઇ વહેંચી નાખતો હતો જેથી દીવાળી બાદ ફલિપકાર્ટની વસ્તુની ડિલેવરી કરતી કંપની ઇ-કોર્ટને એકાઉન્ટમાં જાણ પડતા તેના વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી.ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને ઝડપી પાડી તેની પાસેથી એપલનો બે ફોન, રીયલ મીના પાંચ મોબાઇલ ફોન વિવો, મોટોરેલા અને ઇન્ડીનીટી કંપનીના એક એક ફોન અને એક સ્માર્ટ વોચ, હાર્ડ ડીસ્ક કબ્જે કરી કુલ રૂ. 3,20,122 નો મુદામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.