Not Set/ સોમનાથને વેજ ઝોન જાહેર કરવાની માંગ, હિન્દુ યુવા સંગઠન દ્વારા રામઘુનનું આયોજન કરવામાં આવ્યુ

સોમનાથ યાત્રાઘામ સોમનાથને માંસાહર પ્રતીબંઘીત વિસ્તાર જાહેર કરવાની માંગ હિન્દુ યુવા સંગઠન દ્વારા કરવામાં આવી છે. વેજ ઝોન જાહેર કરવાની માંગ સાથે હિન્દુ યુવા સંગઠન દ્વારા વેરાવળના ટાવરચોકમાં રામઘુનનું આયોજન કરવામાં આવ્યુ હતુ. રાજયમાં ડાકોર, પાલીતાણાને રાજય સરકાર દ્વારા વેજઝોન જાહેર કરાયા છે. તે રીતે સોમનાથ મંદીરના આસપાસ વિસ્તારને પણ માંસાહાર પ્રતીબંધીત જાહેર કરવા માટે […]

Gujarat
chotaudepur 3 સોમનાથને વેજ ઝોન જાહેર કરવાની માંગ, હિન્દુ યુવા સંગઠન દ્વારા રામઘુનનું આયોજન કરવામાં આવ્યુ

સોમનાથ

યાત્રાઘામ સોમનાથને માંસાહર પ્રતીબંઘીત વિસ્તાર જાહેર કરવાની માંગ હિન્દુ યુવા સંગઠન દ્વારા કરવામાં આવી છે. વેજ ઝોન જાહેર કરવાની માંગ સાથે હિન્દુ યુવા સંગઠન દ્વારા વેરાવળના ટાવરચોકમાં રામઘુનનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

રાજયમાં ડાકોર, પાલીતાણાને રાજય સરકાર દ્વારા વેજઝોન જાહેર કરાયા છે. તે રીતે સોમનાથ મંદીરના આસપાસ વિસ્તારને પણ માંસાહાર પ્રતીબંધીત જાહેર કરવા માટે હિન્દુ યુવા સંગઠન દ્વારા છેલ્લા બે વર્ષથી સરકારમાં અનેક વાર રજુઆતો કરાય છે. પરંતુ સરકાર દ્વારા આ બાબતે કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા.

chotaudepur 2 સોમનાથને વેજ ઝોન જાહેર કરવાની માંગ, હિન્દુ યુવા સંગઠન દ્વારા રામઘુનનું આયોજન કરવામાં આવ્યુ

સરકાર અને તંત્રને સદબુઘ્ઘી માટે  હિન્દુ યુવા સંગઠન દ્વારા વેરાવળના ટાવરચોકમાં રામઘુનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. યાત્રાઘામ સોમનાથને વેજઝોન જાહેર કરવા માટે ચાલતી ચળવણમા આજે યોજયેલ રામઘુનના સ્થળે સોમનાથ ના કોંગી ઘારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ મુલાકાત લીઘી હતી.