Not Set/ 5 લાખની સોપારી આપી જમાઇએ જ કરાવી સાસુની હત્યા

    અમદાવાદ અમદાવાદમાં વૃદ્ઘાની હત્યા કરનારા જમાઇ આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કર્મચારીનગર વિભાગ -2 ના બંગલામાં એકાકી જીવન જીવતા 80 વર્ષીય વૃદ્ધા રંભાબહેન પટેલની ગળેટૂંપો દઈ હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ ઘરમાં કોઈ લૂંટ ન થતાં પોલીસે જાણભેદુ જ હત્યા માટે […]

Top Stories
ahd muerder 5 લાખની સોપારી આપી જમાઇએ જ કરાવી સાસુની હત્યા

 

 

અમદાવાદ

અમદાવાદમાં વૃદ્ઘાની હત્યા કરનારા જમાઇ આરોપીની પોલીસે ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલા કર્મચારીનગર વિભાગ -2 ના બંગલામાં એકાકી જીવન જીવતા 80 વર્ષીય વૃદ્ધા રંભાબહેન પટેલની ગળેટૂંપો દઈ હત્યા કરવામાં આવી હતી. આ હત્યા બાદ ઘરમાં કોઈ લૂંટ ન થતાં પોલીસે જાણભેદુ જ હત્યા માટે જવાબદાર હોવાનું માનતી હતી.આ હત્યાની તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ કરી હતી.

નોંધનીય છે કે થોડાક દિવસ પહેલા જમાઇ રમેશ પટેલ અને વૃદ્ઘા સાસુ રંભાબહેન વચ્ચે નજીવી બાબતે તકરાર થઇ હતી.આ દરમિયાન તકરાર ઉગ્ર થતાં જમાઇએ પોતાના સાસુની હત્યા કરાવવા માટે 5 લાખની સોંપારી આપી હતી અને હત્યા કરાવી નાખી.

પોલિસ તપાસ દરમિયાન આરોપી બીજો કોઇ નહીં પરંતુ પોતાની જમાઇ નીકળ્યો હતો.પોલિસના સુત્રો કહે છે સંપત્તિના મામલે વિવાદ થતાં જમાઇ રમેશ પટેલે સાસુ રંભાબહેનની હત્યા કરાવી હતી.