ગુજરાત/ દિયોદર રામાપીર મંદિરમાં જમાઈએ સાસુની હત્યા કરી, તિક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો

બનાસકાંઠાના દિયોદરમાં રામાપીર મંદિરમાં એક મહિલાની હત્યા કરવામાં આવી. આ મહિલાની તેના જમાઈએ જ હત્યા કરી.

Top Stories Gujarat Others
Beginners guide to 2024 05 29T144131.983 દિયોદર રામાપીર મંદિરમાં જમાઈએ સાસુની હત્યા કરી, તિક્ષ્ણ હથિયાર વડે કર્યો હુમલો

બનાસકાંઠાના દિયોદરમાં રામાપીર મંદિરમાં એક મહિલાની હત્યા કરવામાં આવી. આ મહિલાની તેના જમાઈએ જ હત્યા કરી. જમાઈ અને દિકરી વચ્ચે સામાન્ય બોલાચાલી મોટા ઝગડામાં પરિણમી. પતિ સાથે બબાલ થતા દિકરી પિયર આવતી રહી. બાદમાં યુવાનો પોાતની પત્નીને ઘરે લાવવા સાસરે ગયો. ત્યારે પતિ-પત્ની ઝગડામાં વચ્ચે સાસુ આવી જતા હુમલાનો ભોગ બન્યા. જમાઈએ સાસુ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. હુમલામાં ઘાયલ થયેલ સાસુને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત થયું.

દિયોદરમાં સાસુની જમાઈએ હત્યા કર્યાનું સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. દિયોદરમાં રહેતા ફુલીબેન ભાટીએ પોતાની પુત્રીના લગ્ન કરાવ્યા. લગ્ન બાદ તેમની પુત્રી અને જમાઈના સંબંધોમાં ખટરાગ વધ્યો. ફુલીબેનની દિકરીને પતિ સાથે કોઈ બાબતે અણબનાવ થતા પિયર પરત આવી. દરમ્યાન ફુલીબેનનો જમાઈ તેમની દિકરીને ઘરે પાછી લઈ જવા આવ્યો. પરંતુ ફુલીબેનની દિકરી ઘરે પાછી જવા તૈયાર ના થતા જમાઈ સાથે ઝગડો થયો. દિકરી-જમાઈના ઝગડો વધુ વધ્યો દરમ્યાન સાસુ ફુલીબેને વચ્ચે દરમ્યાનગીરી કરવા પ્રયાસ કર્યો. જેનાથી ગુસ્સે થઈ જમાઈએ સાસુ પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો. ફુલીબેન ભાટીને ગંભીર ઇજા પંહોચતા તેમને પાટણ ધારપુર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. જ્યાં સારવાર દરમ્યાન ફુલીબેન ભાટી નામની મહિલાનું મોત નિપજ્યું. તેમની દિકરીએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે ઘટનાસ્થળ પર પંહોચી વધુ તપાસ હાથ ધરી.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


 

આ પણ વાંચો: ઈરાન પરમાણુ બોમ્બ બનાવવાની અણીએ, ઈબ્રાહીમ રાયસીની નીતિને આગળ ધપાવશે

આ પણ વાંચો: બાબા વાંગાની ભવિષ્યવાણીઓ સાચી પડી તો વિશ્વમાં મચી જશે હાહાકાર

આ પણ વાંચો: પૃથ્વી અને શુક્રની વચ્ચે પણ રહેવા જેવી જગ્યા છે! NASAએ કરી શોધ