Photos/ સોનાક્ષી સિન્હાનું માલદીવ વેકેશન, એક્ટ્રેસના આ સ્ટનિંગ ફોટોઝ જોયા તમે?

કોરોના સમયગાળા દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ઘણી ફિલ્મ હસ્તીઓ વેકેશન માનવા નીકળી પડ્યા છે. કેટલાક દુબઇમાં છે અને કેટલાક માલદીવમાં પ્રકૃતિની સુંદરતાની મજા માણી રહ્યા છે.

Trending Entertainment
a 221 સોનાક્ષી સિન્હાનું માલદીવ વેકેશન, એક્ટ્રેસના આ સ્ટનિંગ ફોટોઝ જોયા તમે?

કોરોના સમયગાળા દરમિયાન સુરક્ષાને ધ્યાનમાં રાખીને, ઘણી ફિલ્મ હસ્તીઓ વેકેશન માનવા નીકળી પડ્યા છે. કેટલાક દુબઇમાં છે અને કેટલાક માલદીવમાં પ્રકૃતિની સુંદરતાની મજા માણી રહ્યા છે. આ સેલેબ્સમાં અભિનેત્રી સોનાક્ષી સિન્હા પણ શામેલ છે. વેકેશનની ઉજવણી બાદ તે માલદીવથી પરત ફરી છે, પરંતુ તેણે તેની ઘણી બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે, જે ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે.

सोनाक्षी सिन्हा ने कभी सनसेट एन्जॉय करते हुए फोटो शेयर की तो कभी समुंदर में गोते लगाते हुए। हर एक तस्वीर में वो बेहद बोल्ड नज़र आईं। 

સોનાક્ષી સિન્હાએ કેટલાક સનસેટની મજા માણતા ફોટો શેર કર્યા હતા. તે દરેક તસવીરમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી.

Instagram will load in the frontend.

સોનાક્ષીએ તાજેતરમાં એક ફોટો શેર કર્યો હતો, જેમાં તે વાદળી સમુદ્રની નજીક બેઠેલી જોવા મળી રહી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે – “જ્યારે પણ હું માલદીવથી જાવ છું, મારા હૃદયનો એક ટુકડો આહિયા જ રહી જાય છે. જ્યાં સુધી અમે ફરી ન મળી લઈએ….”

Instagram will load in the frontend.

સનસેટનો ફોટો શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું – “જો હું કહું કે આ તસવીરમાં કોઈ ફિલ્ટર નથી, તો તમે મારા પર વિશ્વાસ કરી શકો?”

Instagram will load in the frontend.

સોનાક્ષીએ તેના વેકેશનમાં જોરદાર એન્જોય કર્યું છે. તેણે એક ખૂબ જ સુંદર ફોટો શેર કર્યો છે, જેમાં તે દરિયા કિનારે જોવા મળી રહી છે. તેમણે લખ્યું- પાણી ની અંદર ખુબ જ ખુશ.

Instagram will load in the frontend.

વર્કફ્રન્ટની વાત કરીએ તો સોનાક્ષી ટૂંક સમયમાં સંજય દત્ત અને અજય દેવગનની સાથે ‘ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’માં જોવા મળશે. આ સિવાય આ ફિલ્મમાં નોરા ફતેહી અને શરદ કેલકર પણ છે.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…