Political/ ખેડૂત આંદોલનનાં સમર્થન અને Covid-19 નાં કારણે સોનિયા ગાંધી આ વર્ષે નહી મનાવે પોતાનો જન્મદિવસ

કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી 9 ડિસેમ્બરનાં રોજ પોતાનો જન્મદિવસ ઉજવશે નહીં. સોનિયા ગાંધી વતી સત્તાવાર માહિતી આપતા તેમણે કહ્યું છે કે, ખેડૂત આંદોલનનાં સમર્થન અને દેશમાં ફેલાયેલા કોરોના રોગચાળાનાં કારણે તેઓ પોતાનો 9 ડિસેમ્બરનાં રોજ જન્મદિવસ મનાવશે નહી. કોંગ્રેસ પાર્ટીનાં ઉચ્ચ નેતૃત્વ દ્વારા કાર્યકર્તાઓને માહિતી આપવામાં આવી છે કે પક્ષનાં વડા સોનિયા ગાંધીનો જન્મદિવસ […]

Top Stories India
corona 95 ખેડૂત આંદોલનનાં સમર્થન અને Covid-19 નાં કારણે સોનિયા ગાંધી આ વર્ષે નહી મનાવે પોતાનો જન્મદિવસ

કોંગ્રેસનાં વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધી 9 ડિસેમ્બરનાં રોજ પોતાનો જન્મદિવસ ઉજવશે નહીં. સોનિયા ગાંધી વતી સત્તાવાર માહિતી આપતા તેમણે કહ્યું છે કે, ખેડૂત આંદોલનનાં સમર્થન અને દેશમાં ફેલાયેલા કોરોના રોગચાળાનાં કારણે તેઓ પોતાનો 9 ડિસેમ્બરનાં રોજ જન્મદિવસ મનાવશે નહી.

કોંગ્રેસ પાર્ટીનાં ઉચ્ચ નેતૃત્વ દ્વારા કાર્યકર્તાઓને માહિતી આપવામાં આવી છે કે પક્ષનાં વડા સોનિયા ગાંધીનો જન્મદિવસ 9 ડિસેમ્બરે ઉજવવામાં આવશે નહીં. તેથી કાર્યકરોને આ દિવસે કોઈપણ પ્રકારનો કાર્યક્રમ ન કરવા જણાવ્યું છે. સોમવારે (07 ડિસેમ્બર) નાં રોજ કેન્દ્રીય નેતૃત્વએ પત્ર મોકલીને તમામ રાજ્ય એકમોને આ માહિતી મોકલી છે.

કોંગ્રેસનાં મહાસચિવ કેસી વેણુગોપાલે કહ્યું કે, સોનિયા ગાંધીએ પોતાનો જન્મદિવસ નહીં મનાવવાનો નિર્ણય લીધો છે. સોનિયા ગાંધીએ વિનંતી કરી છે કે આ વર્ષે તેમના જન્મદિવસ પર કોઈ ઉજવણીની પ્રવૃત્તિઓ ન કરવામાં આવે, જેમાં પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ, સીએલપી નેતાઓ, એઆઈસીસીનાં જનરલ સેક્રેટરીઓ, રાજ્ય પ્રભારી વડાઓ, જિલ્લા પ્રમુખોને પત્ર મોકલીને તમામ પ્રકારનાં કાર્યક્રમોથી બચીને રહેવાનું કહેવામાં આવ્યું છે.

ખેડૂતોનાં સમર્થનમાં રાહુલ ગાંધીએ કર્યુ ટ્વીટ – ‘અદાણી-અંબાણી કૃષિ કાયદા રદ કરવા પડશે’

ભારતનાં ખેડૂત આંદોલનનાં સમર્થનમાં લંડનમાં જબરદસ્ત પ્રદર્શન

દિલ્હીનાં CM કેજરીવાલ ખેડૃૂતોની માંગણીઓનાં સમર્થનમાં, જાણો શું કહ્યુ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો