South Africa/ કોરોનાથી મરી ગયેલા લોકોના અંતિમ સંસ્કાર માટે પુજારીઓ ઉઘરાવી રહ્યા છે વધુ પૈસા

કોરોનાથી મરી ગયેલા લોકોના અંતિમ સંસ્કાર માટે પુજારીઓ ઉઘરાવી રહ્યા છે વધુ પૈસા

Top Stories World
congress 3 કોરોનાથી મરી ગયેલા લોકોના અંતિમ સંસ્કાર માટે પુજારીઓ ઉઘરાવી રહ્યા છે વધુ પૈસા

વૈશ્વિક મહામારી કોરોનાએ વિશ્વ આખામાં પોતાનો આતંક ફેલાવ્યો છે. ત્યારે દક્ષીણ આફ્રિકામાં કોરોના વાઇરસની બીજી લહેરે કાળો કહેર વર્તાવી રહી છે. ત્યારે અહીં કોવિડ રોગચાળાને કારણે મૃત્યુ પામતા લોકોના અંતિમ સંસ્કારમાં કેટલાક પુજારી બેફામ પૈસાની ઉઘરાણી કરી રહ્યા છે.

World / કંગાળ પાકિસ્તાન, ઇમરાન ખાન જિન્નાહની ઓળખ ગીરવે મૂકી લેશે  500 અબજની લોન લેશે

Arvalli / અહીં વહી રહી છે ઉંધી ગંગા, ભાજપના કાર્યકર્તા જોડાયા કોંગ્રેસમાં

દક્ષિણ આફ્રિકાના ડર્બન સ્થિત હિન્દુ ધર્મ એસોસિએશનના સભ્ય પ્રદીપ રામલાલના જણાવ્યા મુજબ, ઘણા પુજારીઓ છે જેઓ વ્યક્તિના અંતિમ સંસ્કાર કરવા માટે 79 થી 131 ડોલર સુધીની રકમ વસૂલતા હોય છે, જે ખોટું છે કારણ કે અંતિમ સંસ્કારએ માનવતાની સેવા છે. તેમાં કોઈ કિંમત નક્કી કરવી ખોટી છે.

હા, જો કોઈ વ્યક્તિ પોતાની સ્વેચ્છા પર  દાન આપવા માંગે છે, તો તેમાં કંઈપણ ખોટું નથી, પરંતુ આ રીતે પૈસા માંગવાનું યોગ્ય નથી.

તેમણે કહ્યું કે આ સંદર્ભમાં એસોસિએશનને ઘણી ફરિયાદો મળી છે. ડર્બનમાં મોટી સંખ્યામાં ભારતીયો રહે છે અને કોરોનાની બીજી લહેરમાં અહીં મોટી સંખ્યામાં મૃત્યુ થયા છે. ગુરુવારે અહીં 647 લોકોનાં મોત નીપજ્યાં.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો