Budget 2021/ લો બોલો… 52 વર્ષ બાદ સંસદ સભ્યોને રેલવેનું નહીં પરંતુ ફાઈવ સ્ટાર હોટેલનું મળશે જમણ

સંસદમાં બજેટ સત્રનો શુભારંભ શુક્રવારના 29 જાન્યુઆરી રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ સાથે થયો છે. આ વચ્ચે જાણકારી મળી રહી છે કે, આ વર્ષના બજેટ રજૂઆત દરમિયાન ઐતિહાસિક

Union budget 2024 Top Stories Business
1

સંસદમાં બજેટ સત્રનો શુભારંભ શુક્રવારના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ સાથે થયો છે. આ વર્ષના બજેટ રજૂઆત દરમિયાન ઐતિહાસિક ફેરફાર થયો છે. બજેટ સત્રનો પ્રારંભ થયા પહેલા બજેટની કેન્ટીનમાં મળી રહેલા સ્વાદિષ્ટ વ્યંજનોના દર તાજેતરમાં જાહેર કરવામાં આવ્યા છે. જે મુજબ માત્ર  100 રૂપિયામાં વેજિટેરિયન થાળી અને 700 રૂપિયામાં નોન વેજિટેરિયન બફેટ લંચ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેમ છતાં સંસદ સભ્યોને આ વખતે ભોજન રેલવે નહીં પરંતુ ફાઈવ સ્ટાર હોટલ પૂરૂ પાડશે. આ વખતે બજેટ રજૂઆત દરમિયાન સંસદના સભ્યોને આપવામાં આવતું ફૂડ ઉત્તર રેલવે દ્વારા આપવામાં આવશે નહીં જે દર વર્ષે સર્વ કરતા હતા. 52 વર્ષથી બજેટ દરમિયાન ઉત્તર રેલવે જ તમામ સાંસદોને ફૂડ આપે છે પરંતુ આ વખતે આ પરંપરા તૂટી જશે.

अब संसद की कैंटीन में सांसदों को नहीं मिलेगा सस्ते में खाना, वजह जान चौंक जायेंगे

budget session 2021 / આજે બજેટ સત્રના કાયદાકીય એજન્ડા માટે PMમોદીની સર્વપક્ષીય બેઠક

આ અંગે વિગતવાર માહિતી સૂત્રો પાસેથી પ્રાપ્ત થઇ રહી છે તે પ્રમાણે 1 ફેબ્રુઆરીથી રજૂ થતા કેન્દ્રીય બજેટ  પર રજૂઆત દરમિયાન ભારત પર્યટન વિકાસ નિગમ તરફથી સાંસદોને ફૂડ ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ફૂડને 5 સ્ટાર અશોક હોટલના રસોઈયા તૈયાર કરશે. સ્પેશિય રસોઈયા દ્વારા પરોસવામાં આવતી થાળી પર સાંસદોને સબ્સિડી મળશે અટલે કે, તેમની પાસેથી 5 સ્ટાર હોટલની કિંમત વસૂલવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં લક્ઝરી હોટલનું ફૂડ પણ સંસદની કેન્ટિનમાં સસ્તા ભાવે મળશે.

Parliament canteen subsidy will end soon All parties agreed - संसद की कैंटीन में अब नहीं मिलेगा सस्ता खाना, सब्सिडी होगी खत्म, सभी दलों ने जताई सहमति - Jansatta

Alert! / દિલ્હી બ્લાસ્ટના પગલે હરિદ્વાર, દહેરાદૂન, નૈનિતાલ અને ઉધમસિંહ નગરમાં એલર્ટ જાહેર

સાંસદો માટે શાકાહીર થાળીની  કિંમત 100 રૂપિયા હશે જેમાં કઢાઈ પનીર, મિક્સ વેજ ડ્રાય, ભાજી, દાળ સુલ્તાની, મટર પુલાવ, રોટલી, સલાડ, કાકડી ફુદીનાનું રાયતું, પાપડ અને કાલા જામ સામેલ છે. ત્યારે મિની શાકાહારી થાળી 50 રૂપિયામાં મળશે. તેમાં મિક્સ વેજ ડ્રાય, ભાજી, દાળ સુલ્તાની, જીરા પુલાવ, રોટલી, સલાડ, કાકડી ફુદીનાનું રાયતું અને પાપડ સામેલ હશે.આ ઉપરાંત હોટલ તરફથી સાંસદો માટે એક ‘એ લા કાર્ટે’ મેનૂ પણ રાખવામાં આવશે જેમાં ફૂડની 13 આઇટમ હશે. આ મેનૂમાં નાસ્તા ઉપરાંત 7 પ્રકારનું શાકાહારી ફૂડ હશે. આ મેનૂમાં નાની અને મોટી થાળી હશે. નાસ્તામાં 25 રૂપિયામાં ઉપમા, 50 રૂપિયામાં પનીર પકોડા, 10 રૂપિયામાં સમોસા અને કચોરી ઉપરાંત તમામ ખાવાની વસ્તુઓ સામેલ હશે.

no more subsidy in parliament canteen, people has to pay more to eat

રાજકારણ / ખેડૂત આક્રોશ બદલી રહ્યો છે રાજકીય સમીકરણ, 30 વર્ષ બાદ RLD – BKU – IFLF નું મિલન

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…