Not Set/ પ્રવાસન વિકાસની વાતો માત્ર હવામાં, વલસાડનું તિથલ બીચની હાલત બદ થી બદતર

એક તરફ સરકાર રાજ્ય ના ટુરિઝમ સ્થળ ને વિકસાવવા માગે છે ત્યારે બીજી તરફ જે ટુરિઝમ સ્થળ છે તેની હાલત બદતર થતી જઇ રહી છે વલસાડ જિલ્લા નું જાણીતું અને ફરવા લાયક સ્થળ એટલે તિથલ બીચ જ્યાં હાલ તમે જવાનું પણ પસંદ ન કરો એવી હાલત થઈ ગયી છે. જી હા… અમે વાત કરી રહ્યા […]

Top Stories Gujarat Others
tithal પ્રવાસન વિકાસની વાતો માત્ર હવામાં, વલસાડનું તિથલ બીચની હાલત બદ થી બદતર

એક તરફ સરકાર રાજ્ય ના ટુરિઝમ સ્થળ ને વિકસાવવા માગે છે ત્યારે બીજી તરફ જે ટુરિઝમ સ્થળ છે તેની હાલત બદતર થતી જઇ રહી છે વલસાડ જિલ્લા નું જાણીતું અને ફરવા લાયક સ્થળ એટલે તિથલ બીચ જ્યાં હાલ તમે જવાનું પણ પસંદ ન કરો એવી હાલત થઈ ગયી છે.

tithal 1 પ્રવાસન વિકાસની વાતો માત્ર હવામાં, વલસાડનું તિથલ બીચની હાલત બદ થી બદતર

જી હા… અમે વાત કરી રહ્યા છે વલસાડ જિલ્લા ના તિથલ બીચની.  જેને સરકાર એ ટુરિઝમ સ્થળ તરીકે ઘોષિત કર્યા બાદ તેને વિકસાવવા ની શરૂઆત કરી પરંતુ અધિકારી ઓની લાલિયાવાડી અને કટકી ખોર કોન્ટ્રાક્ટર ની બેદરકારી થી સરકારનું આ સપનું હવે તૂટતું દેખાય રહ્યું છે.  સુંદર અને રણીયામણો એવો વલસાડ નું આ તિથલ દરિયા કિનારો જેને ઇકોફ્રેંડલી બીચ તરીકે વિકસાવવા માટે સરકારે ઘોષણા કર્યા બાદ કામ તો શરૂ થયું, પરંતુ અધૂરું અને પછી થઈ ગયું બંધ . પહેલાં લોકો તિથલ આવવા માટે તડપતા હતા.  દૂર દૂર થી એટલે કે  વેકેશન  અને શનિ રવિ ની રાજાઓ માં લોકો મોટે ભાગે તિથલ  ફરવા માટે આવતા હતા. પરંતુ હવે અસુવિધા ને પગલે લોકો તિથલ આવવાનું ટાળી રહ્યા છે.

tithal 2 પ્રવાસન વિકાસની વાતો માત્ર હવામાં, વલસાડનું તિથલ બીચની હાલત બદ થી બદતર

અસુવિધા ના અભાવે અહીં લોકો આવતા નથી. સરકારી વાયદાઓ અહીં ટાયફાઓ બની ગયા છે.  અહીં જો કોઈ દરિયામાં ડૂબી જાય તો સ્થાનિકો તેને બચાવે છે, તંત્ર તરફ થી એવી કોઈ સુવિધા જ નથી. સ્થાનિકો એ કેટલાક લોકો ના જીવ બચાવ્યા છે તો અહીં નહાવા પડેલા કેટલાક લોકો ના મોત પણ થયા છે.

તિથલ દરિયા કિનારે બે મોટા મંદિરો આવેલા છે.  સ્વામિનારાયણ અને સાઈ બાબા નું મંદિર, સાથે સાથે 2 કિમિ લાંબો દરિયા કિનારો લોકો માટે વિકસાવવા માટે સરકારે ગ્રાન્ટ તો ફાળવી પરંતુ એ પ્રમાણે અહીં કામ થયું જ નહીં હાલ એ દરિયા ની હાલત એવી છે કે, દાદરો તૂટેલા છે લોકો સીધા નીચે બીચપર જઇ શકતા નથી. પથ્થરો નાખ્યા છે,  એ દરિયા માં પાછા તણાઈ ગયા છે.  બીચ ઉપર બનાવેલ રસ્તો અને બીચની લેવલિંગ તૂટી ગયું છે ટાઇલસો ઉખડી ગયી છે.  નાહવા ધોવાની અહીં કોઈ સુવિધા નથી.

અનેક વાર આ દરિયા કિનારે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ દ્વારા કાર્યક્રમો થઈ ચૂક્યા છે પરંતુ અધિકારીઓના પેટ નું પાણી હલતું નથી. તીથલ ગામના  મોટા ભાગના લોકો આ દરિયા કિનારે પોતાની રોજી રોટી મેળવે છે પરંતુ અસુવિધા ને પગલે હવે  આ દરિયા કિનારે પ્રવાસી ઓની સંખ્યા ઓછી થવા જઇ રહી છે.  લોકો થી છલોછલ ભરેલો બીચ હવે ખાલી ખમ નજરે પડી રહ્યો છે ત્યારે અહીંના લોકો પણ ચિંતિત છે ત્યારે બહાર થી ફરવા આવનારા લોકો પણ તિથલ બીચ ની સુંદરતા ને લાગેલ ગ્રહણ ની નિંદા કરી રહ્યા છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા આ બાબતે ત્વરિત પગલાં ભરાઈ એ જરૂરી બન્યું છે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.