Statue Of Unity/ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લેવાશે ખાસ સંભાળ, 201 અધિકારીઓની ફોજ કરશે દેખરેખ

ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પડાયેલા ઠરાવમાં જણાવ્યા મુજબ કેવડીયા અથોરીટી કાર્ય ક્ષેત્ર અંતર્ગત મુખ્યત્વે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ વિભાગોની દેખરેખ

Top Stories Gujarat India
statue of unity

ગુજરાત સરકારના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા તાજેતરમાં બહાર પડાયેલા ઠરાવમાં જણાવ્યા મુજબ કેવડીયા અથોરીટી કાર્ય ક્ષેત્ર અંતર્ગત મુખ્યત્વે સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિવિધ વિભાગોની દેખરેખ માટે ખાસ 201 કર્મચારીઓ તેમજ અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે. તેમજ જે તે વિભાગના ઇન્ચાર્જ અધિકારીઓ તે વિભાગના જતન અને વિકાસ માટે કાર્યરત રહેશે.વહિવટી કામગીરી માટે ફાળવાયેલા મહેકમમાં કેવડીયા ઓથોરીટી હેઠળના સમગ્ર વિસ્તારના સતત થઇ રહેલા વિકાસ તેમજ નજીકના ભવિષ્યની જૂરૂરીયાતોને પહોંચી વળવા ઓથોરીટીનું પોતાનું કુલ-201ના મહેકમ સુઘઠિત માળખુ મંજુર કરવામાં આવ્યું છે. જેમા વહિવટી, હિસાબી, કાયદો અને વ્યવસ્થા, મહેસૂલી, તબીબી, ટાઉન પ્લાનીંગ, અગ્નિ-શમન, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ, સેનીટેશન વગરે જેવી તમામ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

With 15k visitors a day, Statue of Unity overtakes Statue of Liberty |  India News - Times of India

Kutchh / ગામડાઓના વિકાસ પર મૂકાઇ રહ્યો છે ભાર, મોટી ભુજપર વિકાસનું છે…

આ ઉપરાંત વિવિધ વિભાગો જંગલ સફારી, ચિલ્ડ્રન-ન્યુટ્રિશન પાર્ક, મીરર મેઝ, વેલી ઓફ ફલાવર્સ, વિશ્વ વન, કેકટસ્ ગાર્ડન, બટર ફ્લાય ગાર્ડન, આરોગ્ય વન, એકતા નર્સરી, ડાઈનોટ્રેઈલ, એકતા મોલ, એકતા ફુડકોર્ટ, એકતા દ્વાર, એકતા ઓડિટોરિયમ, ખલવાણી ઈકો ટુરિઝમ, ઝરવાણી ઈકો ટુરિઝમ, ડેકોરેટિવ લાઈટીંગ, યુનિટી ગ્લો ગાર્ડન, ગરૂડેશ્વર વીયર, ગોરા બ્રીજ, નેવિગેશન ચેનલ, બે જેટ્ટી, એકતા ક્રુઝ, નૌકા વિહાર, રિવર રાફટીંગ, સાઈકલિંગ, હોમ સ્ટે, શ્રેષ્ઠ ભારત ભવન, સરદાર સરોવર રિસોર્ટ, બીઆરજી બજેટ એકોમોડેશન, ટેન્ટ સિટી-1 અને ટેન્ટ સિટી-2 જેવી આવાસ સુવિધાઓનું વ્યવસ્થાપન તથા સોલાર પાવર પ્રોજેકટ, વિવિધ આનુસાંગિક માળખાકીય સુવિધાઓ તથા નાગરિક સુવિધાઓ, ટિકીટીંગ, યુનિટી સ્માર્ટ કાર્ડ, ફ્રી વાઈ-ફાઈ સેવા, વેબસાઈટ, મોબાઈલ એપ જેવી ટેકનોલોજી આધારિત સેવાઓ વગેરે જેવા વિવિધ પ્રવાસન આકર્ષણો માટેના પ્રોજેકટના ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી, ઉપરાંત પાણી પુરવઠા, ગટર વ્યવસ્થા, રસ્તાઓ, પાર્કીગ, લાઈટ સહિતના લગભગ 25 ચો.કિ.મી. ક્ષેત્રફળનો વ્યાપ ધરાવતા આ વિશાળ વિસ્તારમાં ડેકોરેટિવ લાઈટીંગ વગેરેના ઓપરેશન અને તેનું મેન્ટેનન્સ માટેની કામગીરીને ધ્યાને લઇ મહેકમ મંજુર કરવાનો નિર્ણય લેવામાં આવ્યા છે.

Sardar Patel's Statue of Unity inaugurated: World's tallest statue is an  engineering marvel

Covid-19 / અમદાવાદ સિવિલ હોસ્પીટલનો સ્ટાફ કોરોના સાથે અન્ય વિવિધ મોરચે …

આ નિર્ણય અંતર્ગત અધિક્ષક ઇજનેર, 4 કાર્યપાલક ઇજનેર(સીવીલ) અને 1 કાર્યપાલક ઇજનેર (વિદ્યુત) સહિતના કુલ-112 નું મહેકમ મંજૂર કરાયું છે. જોકે હાલમાં કેવડીયા ખાતે કાર્યરત સરદાર સરોવર નર્મદા નિગમ લિમીટેડ હયાત માળખા પૈકી વિવિધ સંવર્ગના કુલ-61 સભ્ય સંખ્યા ધરાવતું માળખું તેની આનુસંગિક કચેરી સુવિધા સાથે ઓથોરીટીના નિયંત્રણ હેઠળ તબદીલ કરવામાં આવ્યું છે. અને બાકીની 51 જગ્યાઓ અન્ય વિભાગોમાંથી મંજૂર કરીને આથોરીટી હેઠળ ફાળવવામાં આવી છે. પ્રથમ સર્કલ કચેરી, સ્ટેચ્યુ ઓફ યુનિટી, શ્રેષ્ઠ ભારત ભવન, ગોરા બ્રીજ નેવીગેશન ચેનલ, બન્ને જેટ્ટી અને મેન્ટેનંન્સની કામગીરી તથા જુદી જુદી જગ્યાએ સ્લોપ પ્રોટેક્શન માટે કરવામાં આવેલી ગેબીયનની કામગીરી અને બીજી સર્કલ (વર્તુળ) કચેરી અન્ય તમામ પ્રોજેક્ટની ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી સંભાળશે.

Coronavirus fallout: Statue of Unity put up for sale on OLX at Rs 30,000  crore; case filed

Politics / ક્યારે જાહેર થશે પ્રદેશ ભાજપની ટીમ..?…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…