Not Set/ તાલિબાન સરકાર બનાવવાના છેલ્લા સ્ટેજ પર, તાજપોશીમાં ચીન અને પાકિસ્તાનને ખાસ આમંત્રણ

તાલિબાનોએ નવી સરકાર ના રાજ્યાભિષેકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન, ચીન, તુર્કી, કતાર, રશિયા અને ઈરાનને આમંત્રણ મોકલ્યા છે

Top Stories
તાલિબાન

અફઘાનિસ્તાનમાં તાલિબાન પોતાની સરકાર બનાવવાના અંતિમ તબક્કામાં છે. પંજશીર ખીણ પર તેના સંપૂર્ણ કબજા પછી તેણે આ દિશામાં ઝડપી પ્રગતિ કરી છે. સૂત્રોનો દાવો છે કે તાલિબાનોએ નવી સરકારના રાજ્યાભિષેકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન, ચીન, તુર્કી, કતાર, રશિયા અને ઈરાનને આમંત્રણ મોકલ્યા છે. જો કે, અત્યાર સુધી તાલિબાન દ્વારા આ સમારોહમાં ભારતને આમંત્રણ આપવાની વાત સામે આવી નથી. નોંધપાત્ર બાબત એ છે કે પંજશીરમાં તાલિબાનની પ્રતિકાર દળો સાથે કઠિન લડાઈ હતી.

તાલિબાન ના પ્રવક્તા ઝબીહુલ્લાહ મુજાહિદે સોમવારે કાબુલમાં પત્રકાર પરિષદ યોજી હતી. તેમાં  કહ્યું કે યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. હવે અમને સ્થિર અફઘાનિસ્તાનની આશા રાખીએ છે. તેમણે એમ પણ કહ્યું કે જે પણ હવે બળવો કરશે તે દેશ અને તેમના લોકોનો દુશ્મન હશે. પત્રકાર પરિષદમાં મુજાહિદે એમ પણ કહ્યું હતું કે ભાગેડુઓ આ દેશનું પુન નિર્માણ ક્યારેય નહીં કરે. આપણે અને આપણા દેશના લોકોએ જ કરવાનો છે.

તાલિબાને એમ પણ કહ્યું છે કે તે કાબુલ એરપોર્ટ પર કામગીરી ફરી શરૂ કરવાની છે. કતાર, તુર્કી અને યુએઈની ટેકનિકલ ટીમો આ માટે કામ કરી રહી છે. નોંધપાત્ર બાબત એ છે કે પંજશીર પર કબજો કર્યા બાદ સમગ્ર અફઘાનિસ્તાન તાલિબાનના કબજામાં આવી ગયું છે. તાલિબાને કહ્યું કે તેણે કાબુલની ઉત્તરે પંજશીર પ્રાંત પર કબજો કર્યો છે. આ દેશનો એકમાત્ર ભાગ હતો જ્યાં તાલિબાન ગયા મહિને 15 ઓગસ્ટના રોજ કાબુલ પર વિજય મેળવ્યો ત્યારથી લડી રહ્યો હતો.હવે તાલિબાનો સરકાર બનાવશે અને અફઘાનિસ્તન પર રાજ કરશે

NEET UG 2021 / NEET UG ની પરીક્ષા 12 સપ્ટેમ્બરે જ લેવાશે, સુપ્રીમ કોર્ટ દ્વારા ફેરફારની અરજી ફગાવાઈ

તાલિબાનોનો ભય / ડેડલાઇન પહેલા અફઘાનિસ્તાનમાંથી તમામ અમેરિકન સૈનિકો વતન પરત ફર્યા

NEET UG 2021 / NEET UG ની પરીક્ષા 12 સપ્ટેમ્બરે જ લેવાશે, સુપ્રીમ કોર્ટ દ્વારા ફેરફારની અરજી ફગાવાઈ

Cricket / પાકિસ્તાને ICC ટી-20 વર્લ્ડકપ માટે ટીમની કરી જાહેરાત, મલિક-આમિરની છુટ્ટી