Not Set/ બે દોસ્તો ફરી જોવા મળશે મેદાન પર એક સાથે

એક સમયમાં સાથે ક્રિકેટ જગતમાં પોતાનું કરિયર શરુ કરવાવાળા સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી ફરી વખતે સાથે જોવાં મળવાના છે. આ બંને ક્રિકેટરો દિગ્ગજ કોચ રમાકાંત આચરેકરના શિષ્યો છે. બંને પોતાના સમયમાં ખુબ જ લોકપ્રિય ક્રિકેટર તરીકે જાણીતા હતાં પણ સમય જતાં સચિન તેંડુલકર આગળ નીકળી ગયાં. વિનોદ કાંબલીએ ભારતીય ક્રિકેટમાં પોતાની એક અલગ જ […]

Sports
Kambsach બે દોસ્તો ફરી જોવા મળશે મેદાન પર એક સાથે

એક સમયમાં સાથે ક્રિકેટ જગતમાં પોતાનું કરિયર શરુ કરવાવાળા સચિન તેંડુલકર અને વિનોદ કાંબલી ફરી વખતે સાથે જોવાં મળવાના છે. આ બંને ક્રિકેટરો દિગ્ગજ કોચ રમાકાંત આચરેકરના શિષ્યો છે.

બંને પોતાના સમયમાં ખુબ જ લોકપ્રિય ક્રિકેટર તરીકે જાણીતા હતાં પણ સમય જતાં સચિન તેંડુલકર આગળ નીકળી ગયાં. વિનોદ કાંબલીએ ભારતીય ક્રિકેટમાં પોતાની એક અલગ જ જગ્યા બનાવી હતી પરંતુ તે સચિન થી આગળ નાં નીકળી શક્યા.

વિનોદ કાંબલીનો એક એવો પણ સમય આવ્યો હતો કે તેમનું પ્રદર્શન ખુબ જ સારું ચાલી રહ્યું હતું ને ક્રિકેટના નિષ્ણાતોએ એમ પણ કહ્યું, આ ખેલાડી સચિન કરતાં પણ વધારે સારો છે પણ વિનોદ કાંબલી પોતાનું પર્ફોર્મન્સ એક જેવું ના રાખી શક્યા.

વિનોદ કાંબલી કોઈ ખિલાડી રીતે નહિ. પરંતુ તે કોચ રીતે મેદાન પર જોવા મળશે. થોડાં સમય પેહલાં જ કાંબલીએ કોચ બનવાનો નિર્ણય કર્યો છે. વિનોદ કાંબલીએ કહ્યું કે. મેં જયારે ક્રિકેટમાંથી સન્યાસ લીધો ત્યારે મેં કોમેન્ટ્રી કરવાની વિચાર્યું હતું.

સચિન તેંડુલકરના કહેવાથી જ મેં કોચિંગ કરવાનો નિર્યણ લીધો, સચિનને ખબર છે કે મને ક્રિકેટ પ્રત્યે કેટલો લગાવ છે. સચિને મને જે રસ્તો બતાયો છે. તેના પર હું અમલ કરીશ અને મેં મારા ગુરુ આચરેકર પાસેથી જે પણ કઈ મળ્યું છે. તે હું મારા વિદ્યાર્થીઓને તે જ્ઞાન હું તેમણે આપીશ.