Not Set/ IND v/s SA LIVE : પ્રારંભિક ઝટકા બાદ દક્ષિણ આફ્રિકાનો સ્કોર ૧૦૦ રનને પાર

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ કેપટાઉન ખાતે રમાઈ રહી છે. પ્રથમ ટેસ્ટમાં યજમાન ટીમ દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકન ટીમની શરૂઆતની ત્રણ વિકેટ માત્ર ૧૨ રનમાં જ પડી ગઈ હતી. જો કે ત્યારબાદ કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ અને એ બી […]

Sports
i 1 IND v/s SA LIVE : પ્રારંભિક ઝટકા બાદ દક્ષિણ આફ્રિકાનો સ્કોર ૧૦૦ રનને પાર

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીની પ્રથમ ટેસ્ટ કેપટાઉન ખાતે રમાઈ રહી છે. પ્રથમ ટેસ્ટમાં યજમાન ટીમ દક્ષિણ આફ્રિકાએ ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકન ટીમની શરૂઆતની ત્રણ વિકેટ માત્ર ૧૨ રનમાં જ પડી ગઈ હતી. જો કે ત્યારબાદ કેપ્ટન ફાફ ડુ પ્લેસીસ અને એ બી ડીવિલિયર્સની જોડીએ બાજી સંભાળી હતી અને સ્કોરને ૧૦૦ રણ પાર પહોચાડ્યો હતો. પ્રથમ દિવસના લંચ સુધી દક્ષિણ આફ્રિકાએ ૩ વિકેટે ૧૦૭ રન નોધાવ્યા હતા. આ સમયે ફાફ ડુ પ્લેસીસ ૩૭ અને એ બી ડીવિલિયર્સ ૫૯ રને રમતમાં હતા.

દક્ષિણ આફ્રિકન ટીમમાં લાંબા સમયગાળા બાદ ઝડપી બોલર ડેલ સ્ટેનની વાપસી થઇ હતી જયારે ભારતીય ટીમમાં ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહએ ટેસ્ટ ડેબ્યુટ કર્યું હતું. તેમજ પ્લેઇંગ ઈલેવનમાં મધ્યમ હરોળના બેટ્સમેન રહાણે અને સ્પિનર રવીન્દ્ર જાડેજાની બાદબાકી કરવામાં આવી છે.