Not Set/ IND v/s BAN live : ભારતનો સ્કોર ૫૦ રનને પાર, ધવન ૩૫ રન બનાવી આઉટ

કોલંબો, શ્રીલંકામાં રમાઈ રહેલી નિદાહસ ત્રિકોણીય શ્રેણીમાં ભારતીય ટીમનો અંતિમ મુકાબલો બાંગ્લાદેશ સામે રમાઈ રહ્યો છે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડીયમ ખાતે રમાઈ રહેલી મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે ૧૦ ઓવરમાં  ૧ વિકેટના નુકશાને ૭૧ રન બનાવી લીધા છે. ઓપનર શિખર ધવન ૩૫ રન બનાવીને ઝડપી […]

Sports
shikhar IND v/s BAN live : ભારતનો સ્કોર ૫૦ રનને પાર, ધવન ૩૫ રન બનાવી આઉટ

કોલંબો,

શ્રીલંકામાં રમાઈ રહેલી નિદાહસ ત્રિકોણીય શ્રેણીમાં ભારતીય ટીમનો અંતિમ મુકાબલો બાંગ્લાદેશ સામે રમાઈ રહ્યો છે. કોલંબોના પ્રેમદાસા સ્ટેડીયમ ખાતે રમાઈ રહેલી મેચમાં બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી ભારતીય ટીમે ૧૦ ઓવરમાં  ૧ વિકેટના નુકશાને ૭૧ રન બનાવી લીધા છે. ઓપનર શિખર ધવન ૩૫ રન બનાવીને ઝડપી બોલર રુબેલનો શિકાર બન્યો છે જયારે કેપ્ટન રોહિત શર્મા હાલ ૩૨ રને રમતમાં છે.

અંતિમ ટી-૨૦ મેચમાં ભારતીય ટીમના પ્લેઇંગ ઈલેવનમાં એક ફેરફાર કરવામાં આવ્યો છે. ઝડપી બોલર જયદેવ ઉનડકટની જગ્યાએ મોહમ્મદ સિરાજને સ્થાન આપવામાં આવ્યું છે. જયારે બાંગ્લાદેશની ટીમમાં ઝડપી બોલર તસ્કીન અહેમદના સ્થાને અબુ હૈદરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, આ મેચ જીતીને ફાઈનલમાં પોતાનું સ્થાન સુનિશ્ચિત કરવાનો ભરપૂર પ્રયાસ કરશે.. જયારે અંડરડોગ કહેવાતી બાંગ્લાદેશની ટીમે શ્રીલંકા સામે સૌથી વધુ ૨૧૫ રનનો ટાર્ગેટ ચેજ કરી વિજય મેળવ્યો હતો. આ મેચમાં પણ બાંગ્લાદેશ ભારતને હરાવી મેજર અપસેટ સર્જી શકે છે.

મહત્વનું છે કે, આ પહેલા શ્રેણીના બીજા મુકાબલામાં ભારત સામે બાંગ્લાદેશ ટકી શક્યું ન હતું પંરતુ શ્રીલંકા સામેના વિજય બાદ ભારત માટે પણ કપરા ચઢાણ સાબિત કરી શકે છે.

ભારત આ મેચમાં વિજય મેળવે છે તો તેનો ફાઈનલમાં પ્રવેશ નિશ્ચિત થઇ જશે પરંતુ બાંગ્લાદેશ સામેની મેચ ભારત હારે છે તો તેનો રસ્તો બંધ થઇ શકે એમ નથી. આ સ્તિથીમાં ભારતે બાંગ્લાદેશ અને શ્રીલંકા વચ્ચે રમાનારી મેચના પરિણામ પર નિર્ભર રહેવું પડશે. ભારત હાલ પોઈન્ટ ટેબલમાં બે જીત અને ૪ પોઈન્ટ સાથે શીર્ષ સ્થાન પર યથાવત છે.