VIVO IPLની ૧૧મી સિઝન માટે આગામી ૨૭-૨૮ જાન્યુઆરીના રોજ બેંગલુરુમાં યોજાનારી હરાજી પહેલા ૧૧૨૨ ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. નોધનિય છે કે, આઈપીએલની છેલ્લી ૧૦ સિઝનમાં જે વલણ જોવા મળ્યું છે તે જોતાં વધુ એકવાર વિશ્વ ક્રિકેટના ટોચના સ્ટાર્સ અને ઉભરતા ખેલાડીઓએ ૧૧મી સિઝનમાં પ્રતિભાને બતાવવા માટે ફરી એકવાર પ્રવેશ કર્યો છે.
આઠ આઈપીએલ ફ્રેન્ચાઇઝી દ્વારા જાહેર કરવામાં આવેલી આ યાદીમાં ૨૮૧ કેપ પ્લેયર્સ, ૮૩૮ અન-કેપ પ્લેયર્સના નામ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં ૭૭૮ ભારતીય અને એસોસિએટ રાષ્ટ્રોમાંથી ત્રણ ખેલાડીઓનો સમાવેશ થાય છે.
આગામી ૨૭-૨૮ જાન્યુઆરીના રોજ બેંગલુરુમાં યોજાનારી ખેલાડીઓની હરાજીમાં ગૌતમ ગંભીર, યુવરાજસિંહ, સ્પિનર આર અશ્વિન, હરભજનસિંહ, અજિંક્યા રહાણે, સ્પિનર કુલદીપ યાદવ, ઓપનર કેએલ રાહુલ અને એમ. વિજયને ખરીદવા માટે આઈપીએલની ૮ ફ્રેન્ચાઇઝી વચ્ચે નીલામીને લઇ ભારે ખેચતાણ જોવા મળી શકે છે.
આ ઉપરાંત ક્રિસ ગેઇલ, બેન સ્ટોક્સ, ક્રિસ લિન, ઇઓન મોર્ગન તેમજ ઓસ્ટ્રેલિયન પેસ બેટરી મિશેલ સ્ટાર્ક અને પેટ કમિન્સને ખરીદવા માટે ફ્રેન્ચાઇઝી ટીમો વધુ બોલી લગાવી શકે છે. બીજી બાજુ ઈંગ્લેંડની ટેસ્ટ ટીમના કેપ્ટન જો રૂટે પણ આ સિઝનમાં રમવાની તૈયારી દર્શાવી છે ત્યારે આ ખેલાડી પર પણ મોટી બોલી લાગતી જોવા મળશે.
વિદેશી ખેલાડીઓમાં કેરેબિયનના ડ્વેઈન બ્રાવો, કાર્લોસ બ્રેથવેઇટ, ઇવિન લેવિસ અને જેસન હોલ્ડર, શ્રીલંકાના લસિત મલિંગા, એન્જેલો મેથ્યુઝ, નિરોશાન ડિકવાલા અને થિસારા પરેરા તેમજ ઓસ્ટેલિયન પ્લેયર્સમાં ગ્લેન મેક્સવેલ, ઓલ-રાઉન્ડર શેન વોટસન અને મિચેલ જોહ્ન્સનનો સમાવેશ થાય છે. આ ઉપરાંત ૧૦ મી સિઝનમાં કિંગ્સ ઈલેવન પંજાબ માટે બે સદી ફટકારનાર હાશિમ અમલા, ફાફ-ડુ-પ્લેસીસ, ક્વિન્ટન ડી કોક, ડેવિડ મિલર, મોર્ન મોર્કલ અને કાગીસો રબાડા તેમજ ન્યુઝીલેન્ડના કેન વિલિયમ્સન, કોલિન મુનરો અને ટોમ લેથમ જેવા ખેલાડીઓ માટે ઉંચી બોલી લાગવાની આશા જોવા મળી રહી છે.
IPL-૧૧ મી સિઝનમાં વિદેશી તીમ્નોના ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે :
Country | Players Registered |
અફઘાનિસ્તાન | ૧૩ |
ઓસ્ટ્રેલિયા | ૫૮ |
બાંગ્લાદેશ | ૮ |
ઈંગ્લેંડ | ૨૬ |
આયર્લેન્ડ | ૨ |
ન્યુઝીલેન્ડ | ૩૦ |
સ્કોટલૅન્ડ | ૧ |
સાઉથ આફ્રિકા | ૫૭ |
શ્રીલંકા | ૩૯ |
યુએસએ | ૨ |
વેસ્ટઇન્ડીઝ | ૩૯ |
ઝિમ્બાબ્વે | ૭ |