Not Set/ KKR સામેની હાર બાદ રાજસ્થાનને લાગ્યો વધુ એક ઝટકો, આ ૨ સ્ટાર વિદેશી ખેલાડીઓએ છોડ્યો ટીમનો સાથ

દિલ્હી, કલકતાના ઐતિહાસિક ઈડન ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ૪ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. રાજસ્થાન રોયલ્સ દ્વારા આપવામાં આવેલા ૧૪૩ રનના આશાન ટાર્ગેટનો પીછો કરતા KKRની ટીમે ૧૮ ઓવરમાં જ વટાવી પ્લેઓફમાં એન્ટ્રી લેવાની પોતાની આશાને જીવંત રાખી છે જયારે રાજસ્થાન માટે હવે કરો યા મરોની સ્થિતિ ઉભી થઇ છે. બીજી બાજુ […]

Sports
હ્સદ્જ્સ્જ KKR સામેની હાર બાદ રાજસ્થાનને લાગ્યો વધુ એક ઝટકો, આ ૨ સ્ટાર વિદેશી ખેલાડીઓએ છોડ્યો ટીમનો સાથ

દિલ્હી,

કલકતાના ઐતિહાસિક ઈડન ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની લીગ મેચમા યજમાન કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે ૪ વિકેટે શાનદાર વિજય મેળવ્યો હતો. રાજસ્થાન રોયલ્સ દ્વારા આપવામાં આવેલા ૧૪૩ રનના આશાન ટાર્ગેટનો પીછો કરતા KKRની ટીમે ૧૮ ઓવરમાં જ વટાવી પ્લેઓફમાં એન્ટ્રી લેવાની પોતાની આશાને જીવંત રાખી છે જયારે રાજસ્થાન માટે હવે કરો યા મરોની સ્થિતિ ઉભી થઇ છે.

બીજી બાજુ કોલકાતા તરફથી મળેલી હાર બાદ રાજસ્થાન રોયલ્સની ટીમને વધુ એક ઝટકો લાગ્યો છે. RRના સ્ટાર વિદેશી ખેલાડીઓમાંના એક જોસ બટલર અને બેન સ્ટોક્સ ઈંગ્લેંડ પરત ફર્યા છે.

જોસ બટલર અને બેન સ્ટોક્સ ઘરઆંગણે રમાનારી પાકિસ્તાન સામે રમાનારી ટેસ્ટ સિરીઝ રમવા માટે ઈંગ્લેંડ પાછા ફર્યા છે. ત્યારે હવે કોલકાતા સામે રમાયેલી મેચ બાદ બંને ખેલાડીઓનો આ સિઝનનો સફર સમાપ્ત થયો છે.

sp13 Ben Stokes KKR સામેની હાર બાદ રાજસ્થાનને લાગ્યો વધુ એક ઝટકો, આ ૨ સ્ટાર વિદેશી ખેલાડીઓએ છોડ્યો ટીમનો સાથ

મહત્વનું છે કે, વિકેટકીપર બેટ્સમેન જોસ બટલર IPLની ૧૧મી સિઝનમાં પોતાના શાનદાર ફોર્મમાં રહ્યો છે. આ સિઝનમાં બટલરે સતત પાંચ અડધી સદી ફટકારી છે.

જોસ બટલરે અત્યારસુધીમાં રમાયેલી ૧૩ મેચોમાં ૫૪.૮૦ના એવરેજથી ૫૪૮ રન ફટકાર્યા છે. આ ઉપરાંત બટલર IPLના સૌથી વધુ રન બનાવવાની યાદીમાં પણ વૃષભ પંત બાદ તે બીજા ક્રમાંકે છે.

જયારે આઈપીએલના સૌથી મોઘા ખેલાડીઓમાંના એક બેન સ્ટોક્સ પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કરવામાં નિષ્ફળ નીવડ્યો છે. સ્ટોકસે ૧૩ મેચોમાં ૧૯૬ રન બનાવ્યા છે અને ૮ વિકેટ ઝડપી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ બંને ઈંગ્લીશ પ્લેયર્સના વતન ફર્યા બાદ રાજસ્થાન રોયલ્સની આગામી સફર હવે અધરી માનવામાં આવી રહી છે.