Not Set/ એશિયા કપ ફાઈનલ : ટીમ ઈન્ડિયાનો “ગબ્બર” તોડી શકે છે જયસૂર્યાનો આ મોટો રેકોર્ડ

દુબઈ, ઈંગ્લેંડ સામે રમાયેલી ૫ ટેસ્ટ મેચની શ્રેણીમાં કંગાળ ફોર્મમાંથી પસાર થયેલા ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને એશિયા કપમાં પોતાનું શાનદાર ફોર્મ બતાવ્યું છે. ગબ્બરના નામે ઓળખાતા ધવને આ ટુર્નામેન્ટની ૪ મેચોમાં ૩૨૭ રન ફટકારી ચુક્યો છે. જેમાં ૨ સદીનો પણ સમાવેશ થાય છે. એશિયા કપની ફાઈનલ શુક્રવારના રોજ રમાવાની છે, ત્યારે આ ખિતાબી મુકાબલામાં શિખર […]

Trending Sports
shikhar એશિયા કપ ફાઈનલ : ટીમ ઈન્ડિયાનો "ગબ્બર" તોડી શકે છે જયસૂર્યાનો આ મોટો રેકોર્ડ

દુબઈ,

ઈંગ્લેંડ સામે રમાયેલી ૫ ટેસ્ટ મેચની શ્રેણીમાં કંગાળ ફોર્મમાંથી પસાર થયેલા ટીમ ઇન્ડિયાના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને એશિયા કપમાં પોતાનું શાનદાર ફોર્મ બતાવ્યું છે. ગબ્બરના નામે ઓળખાતા ધવને આ ટુર્નામેન્ટની ૪ મેચોમાં ૩૨૭ રન ફટકારી ચુક્યો છે. જેમાં ૨ સદીનો પણ સમાવેશ થાય છે.

એશિયા કપની ફાઈનલ શુક્રવારના રોજ રમાવાની છે, ત્યારે આ ખિતાબી મુકાબલામાં શિખર ધવન પાસે શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ બેટ્સમેન સનથ જયસુર્યાનો રેકોર્ડ તોડી પોતાના નામે કરવાનો મૌકો છે.

1424592202 shikhar dhavan એશિયા કપ ફાઈનલ : ટીમ ઈન્ડિયાનો "ગબ્બર" તોડી શકે છે જયસૂર્યાનો આ મોટો રેકોર્ડ
sports-asia-cup-2018-final-india-bangladesh-shikhar-dhawan-record-sanath jayasuriya

બાંગ્લાદેશ સામે રમાનારી ફાઈનલ મેચમાં શિખર ધવન વધુ ૫૨ રન બનાવી લે છે તો, તેઓ એશિયા કપમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પોતાના નામે કરી લેશે. આ પહેલા સનથ જયસુર્યાએ વર્ષ ૨૦૦૮માં રમાયેલા એશિયા કપમાં ૩૭૮ રન બનાવ્યા હતા.

sanath feature એશિયા કપ ફાઈનલ : ટીમ ઈન્ડિયાનો "ગબ્બર" તોડી શકે છે જયસૂર્યાનો આ મોટો રેકોર્ડ
sports-asia-cup-2018-final-india-bangladesh-shikhar-dhawan-record-sanath jayasuriya

શિખર ધવન હાલ ૪ મેચોમાં ૩૨૭ રન ફટકારી ચુક્યો અને ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એન એસ ધોનીના રેકોર્ડની બરાબરી કરી ચુક્યો છે. ધોનીએ પણ ૨૦૦૮માં ૩૨૭ રન બનાવ્યા હતા.

જો કે બીજી બાજુ એ પબન જોવું રસપ્રદ રહેશે કે, બાંગ્લાદેશના વિકેટકીપર બેટ્સમેન મુશ્ફિકુર રહીમ ૨૯૭ રન અને ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા ૨૬૯ રન બનાવી ચુક્યા છે, ત્યારે હવે તેઓ પણ ફાઈનલ મુકાબલામાં શિખર ધવનને ટક્કર આપી શકે છે.