Not Set/ પાકિસ્તાન સામેના હાઈ વોલ્ટેજ મુકાબલા અંગે રોહિત શર્માએ કહ્યું, “અમારું ધ્યાન માત્ર….

દુબઈ, છ દેશો વચ્ચે રમાનારા એશિયા કપનો શનિવારથી પ્રારંભ થઇ રહ્યો છે. ટુર્નામેન્ટમાં પહેલા મુકાબલામાં શ્રીલંકાની ભિડંત બાંગ્લાદેશ સામે થવાની છે, જયારે ભારતીય ટીમ પોતાની શરૂઆત ૧૯ સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે રમાનારા હાઈ વોલ્ટેજ મુકાબલા સાથે કરશે. જો કે આ પહેલા ભારતીય ટીમના  કેપ્ટન રોહિત શર્માનું પાકિસ્તાન સામે મુકાબલાને લઇ એક નિવેદન સામે આવ્યું છે. […]

Trending Sports
706531 655184 634336 rohit sharma 1 પાકિસ્તાન સામેના હાઈ વોલ્ટેજ મુકાબલા અંગે રોહિત શર્માએ કહ્યું, "અમારું ધ્યાન માત્ર....

દુબઈ,

છ દેશો વચ્ચે રમાનારા એશિયા કપનો શનિવારથી પ્રારંભ થઇ રહ્યો છે. ટુર્નામેન્ટમાં પહેલા મુકાબલામાં શ્રીલંકાની ભિડંત બાંગ્લાદેશ સામે થવાની છે, જયારે ભારતીય ટીમ પોતાની શરૂઆત ૧૯ સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે રમાનારા હાઈ વોલ્ટેજ મુકાબલા સાથે કરશે.

જો કે આ પહેલા ભારતીય ટીમના  કેપ્ટન રોહિત શર્માનું પાકિસ્તાન સામે મુકાબલાને લઇ એક નિવેદન સામે આવ્યું છે. તેઓએ જણાવ્યું હતું કે, શનિવારથી શરુ થવા જઈ રહેલા છ દેશો વચ્ચેના એશિયા કપથી ટીમ કોમ્બિનેશન આવતી સમસ્યા દૂર કરવામાં સફળતા મળશે”.

માત્ર પાકિસ્તાન પર નથી ધ્યાન

સપ્ટેમ્બરના રોજ પાકિસ્તાન સામે રમાનારા મુકાબલાને લઈ ભારતીય ટીમના નવા કેપ્ટને કહ્યું, “છેલ્લા કેટલાક સમયથી પાકિસ્તાને સારા મુકાબલાઓ રમ્યા છે, ત્યારે અમને પણ સારા મુકાબલાની આશા છે. પરંતુ મારો ક્યારેય પણ મતલબ રહ્યો નથી કે, અમારો ફોકસ માત્ર પાકિસ્તાન સામે રમાનારી એક મેચ પર જ છે. અમે તમામ મુકાબલો પર ધ્યાન આપી રહ્યા છે અને અમારો ધ્યેય એશિયા કપ જીતવા પર છે”.

f682389723490f36a30cebe5f5fbf665 પાકિસ્તાન સામેના હાઈ વોલ્ટેજ મુકાબલા અંગે રોહિત શર્માએ કહ્યું, "અમારું ધ્યાન માત્ર....
sports-asia-cup-looking-forward-pakistan-clash-rohit-sharma

૨૦૧૯માં રમનારા વર્લ્ડકપ અંગે રોહિત શર્માએ જણાવ્યું, “દરેક ટીમ વર્લ્ડકપમાં સકારાત્મક વિચારો સાથે ઉતરવા માંગતી હોય છે, પરંતુ હાલમાં આ અંગે વિચાર કરવાની કોઈ જરૂરત નથી. એશિયા કપ દરેક ટીમને વર્લ્ડકપ પહેલા ટીમ કોમ્બિનેશન યોગ્ય કરવા માટે મૌકો આપે છે”.

પ્રેસ કોન્ફરન્સ દરમિયાન શર્માએ જણાવ્યું, “વર્લ્ડકપ દિમાગમાં હશે, પરંતુ હાલમાં દરેક મેચ માટે રણનીતિ બનાવવી પડશે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય ક્રિકેટ ટીમના વિરાટ કોહલીની ગેરહાજરીમાં ટીમ ઇન્ડિયા આ ટુર્નામેન્ટમાં રમી રહી છે અને ટીમની કમાન રોહિત શર્માને સોપવામાં આવી છે.