Not Set/ સ્પોર્ટ્સ/ ઓસ્ટ્રેલિયા ટીમની આ ખેલાડીએ સર્જ્યો વિવાદ, મેચ પહેલા પ્લેઇંગ ઇલેવનને સો.મીડિયામાં કર્યુ શેર

ક્રિકેટમાં સૌથી વધુ ચર્ચામાં રહેતી કોઇ ટીમ હોય તો તે ઓસ્ટ્રેલિયાની ટીમ છે. ક્રિકેટમાં સ્લેજિંગની વાત હોય કે એમ્પાયરને ધમકાવવાની દરેકમાં ઓસ્ટ્રેલિયાની ટીમનાં ખેલાડીઓ નંબર વન પર જ રહે છે. વિવાદથી ક્યારે અલગ ન રહી શકતી ઓસ્ટ્રેલિયાની ટીમનાં ખેલાડીઓએ એકવાર ફરી વિવાદને જન્મ આપ્યો છે. આ વખતે આ કામ ઓસ્ટ્રેલિયાની મહિલા ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલ […]

Top Stories Sports
images 1 4 સ્પોર્ટ્સ/ ઓસ્ટ્રેલિયા ટીમની આ ખેલાડીએ સર્જ્યો વિવાદ, મેચ પહેલા પ્લેઇંગ ઇલેવનને સો.મીડિયામાં કર્યુ શેર

ક્રિકેટમાં સૌથી વધુ ચર્ચામાં રહેતી કોઇ ટીમ હોય તો તે ઓસ્ટ્રેલિયાની ટીમ છે. ક્રિકેટમાં સ્લેજિંગની વાત હોય કે એમ્પાયરને ધમકાવવાની દરેકમાં ઓસ્ટ્રેલિયાની ટીમનાં ખેલાડીઓ નંબર વન પર જ રહે છે. વિવાદથી ક્યારે અલગ ન રહી શકતી ઓસ્ટ્રેલિયાની ટીમનાં ખેલાડીઓએ એકવાર ફરી વિવાદને જન્મ આપ્યો છે. આ વખતે આ કામ ઓસ્ટ્રેલિયાની મહિલા ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલ છે. જાણો શું છે વિવાદ…

Image result for विकेटकीपर एमिली स्मिथ"

સોશિયલ મીડિયા પર પ્લેઇંગ ઇલેવન શેર કરવુ ઓસ્ટ્રેલિયાની એક મહિલા ખેલાડીને ભારે પડી ગયુ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સીએ) એ સોમવારે મહિલા બિગ-બૈશ ટી-20 લીગની ટીમ હોબાર્ટ હરિકેનેસની વિકેટકીપર એમિલી સ્મિથને ભ્રષ્ટાચાર વિરોધી નીતિનાં ઉલ્લંઘન માટે એક વર્ષનો પ્રતિબંધ લાદ્યો છે.

Image result for विकेटकीपर एमिली स्मिथ"

સીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, 24-વર્ષીય એમિલીએ 2 નવેમ્બરનાં રોજ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયો બર્નીનાં વેસ્ટ પાર્ક ખાતેનાં ખેલાડીઓ અને મેચ અધિકારીઓ માટે મર્યાદિત વિસ્તારમાં બનાવવામાં આવ્યો હતો. તેમાં સિડની થંડર સામેની હરિકેસની ટીમનાં પ્લેઇંગ ઇલેવન વિશેની માહિતી પણ હતી. સોશિયલ મીડિયા પર પ્લેઇંગ ઇલેવનને શેર કર્યા પછી, એવી આશંકા છે કે આ માહિતીનો ઉપયોગ મેચ અને રોકડ ધિરાણની કાલ્પનિક લીગ પર સટ્ટો લગાવવા માટે થઈ શકે છે.

Image result for विकेटकीपर एमिली स्मिथ"

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ નિવેદનમાં પુષ્ટિ આપી છે કે વીડિયો મેચનાં એક કલાક પહેલા અપલોડ કરવામાં આવ્યો હતો. જોકે વરસાદને કારણે મેચ એક પણ બોલ વિના રદ કરવામાં આવી હતી અને તેમા ટોસ પણ નહોતો થયો. જો કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને આ કડક સજા પછી, એમિલીએ ભ્રષ્ટાચાર વિરોધી કોડનાં નિયમ 2.3.2 નાં ઉલ્લંઘનની સજા સ્વીકારી. તેણે ભૂલ બદલ ખેદ પણ વ્યક્ત કર્યો.

Image result for विकेटकीपर एमिली स्मिथ"

હવે તેને એક વર્ષ માટે ક્રિકેટનાં કોઈપણ ફોર્મેટમાં ભાગ લેવા દેવામાં આવશે નહી. તેમાંથી નવ મહિનાની સજા સ્થગિત કરવામાં આવી છે. એમિલીને હવે ત્રણ મહિનાની સજાને ભોગવવાની છે. દંડને કારણે એમિલી ડબ્લ્યૂબીબીએલ સીઝનથી બહાર થઇ ગઇ છે અને 50 ઓવરની મહિલા રાષ્ટ્રીય ક્રિકેટ લીગમાં પણ રમી શકશે નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.