Not Set/ બોલ ટેમ્પરિંગ વિવાદ : ઓસ્ટ્રેલિયન ટીમના હેડ કોચ ડેરેન લેહમેને આપ્યું રાજીનામું

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન સામે આવેલા બોલ ટેમ્પરિંગના વિવાદને લઇ ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડી સ્ટિવન સ્મિથ પર ગાજ મુકવામાં આવી ચુકી છે. ત્યારે હવે ટીમના હેડ કોચ ડેરેન લેહમેને પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી અંતિમ અને ચોથી ટેસ્ટ ડેરેન લેહમેનની કોચ તરીકે અંતિમ મેચ હશે. […]

Sports
hgdfhfdh બોલ ટેમ્પરિંગ વિવાદ : ઓસ્ટ્રેલિયન ટીમના હેડ કોચ ડેરેન લેહમેને આપ્યું રાજીનામું

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન સામે આવેલા બોલ ટેમ્પરિંગના વિવાદને લઇ ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડી સ્ટિવન સ્મિથ પર ગાજ મુકવામાં આવી ચુકી છે. ત્યારે હવે ટીમના હેડ કોચ ડેરેન લેહમેને પણ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી અંતિમ અને ચોથી ટેસ્ટ ડેરેન લેહમેનની કોચ તરીકે અંતિમ મેચ હશે.

ડેરેન લેહમેને પોતાના પદ પરથી રાજીનામું આપ્યા બાદ જણાવ્યું, ” પરિવાર સાથે વાતચીત કર્યા બાદ મેં આ નિર્ણય કર્યો છે કે, ટીમના હેડ કોચનું પદ છોડવા માટે આ યોગ્ય સમય છે. ખેલાડીઓ સાથે વાત કરીને તેઓને અલવિદા કહેવું એ સૌથી વધુ મુશ્કેલીભર્યું છે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, “ખેલાડીઓએ ભૂલ કરી છે પરંતુ મને આશા છે કે, થોડાક જ સમયમાં ટીમ આ વિવાદમાંથી બહાર આવીને આગળ વધશે”.

ઉલ્લેખનીય છે કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ જેમ્સ સધરલૈંડ પર આ મુદ્દે નિર્ણય કરવા માટે ભારે દબાણ હતું કારણ કે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી આ ઘટનાને શરમજનક ગણાવી ચુક્યા છે તેમજ ઓસ્ટ્રેલિયાના મીડિયા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે, કાંગારું ટીમે દેશની સંસ્કૃતિને બદનામ કરી છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રમુખ મંગળવારે જોહનિસબર્ગ પહોચ્યા હતા અને ત્યાં તેઓ ICCની આચારસંહિતા સબંધિત સમિતિના પ્રમુખ ઇયાન રોય સાથે બેઠક યોજી હતી.

શું હતો મામલો ?

મહત્વનું છે કે, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન સામે આવેલા મહત્વનું છે કે, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન કાંગારું ઓપનર બેન્ક્રોફ્ટ મેચ દરમિયાન પોતાના પેન્ટમાંથી કોઈ પીડા રંગની એક વસ્તુ કાઢતો જોવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ સામે આવેલા વિડીયોમાં જોવામાં આવ્યું હતું કે, બેન્ક્રોફ્ટ બોલ પર કઈક વસ્તું લગાવી રહ્યો છે અને ફરીથી પોતાના ખિસ્સામાં રાખી રહ્યો છે.

આ ઘટના બાદ સ્ટિવન સ્મિથે પણ માન્યું હતું કે, બોલ ટેમ્પરિંગ એ અમારી ટીમનો હિસ્સો હતો અને આ વિવાદમાં અમારા લીડરશીપ ગુરુ પણ શામેલ હતા.

જો કે ત્યારબાદ કાંગારું કેપ્ટન આ નિવેદનને લઇ ખૂબ ટીકાઓ થઇ હતી. ઓસ્ટેલિયમાં પીએમ દ્વારા પણ આ ઘટનાને શરમજનક ગણવામાં આવી હતી અને ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને નિર્ણાયક કાર્યવાહી કરવા માટે આદેશ આપ્યા હતા.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયા અને ICC દ્વારા ફટકારવામાં આવી ચૂકી છે સજા

ઓસ્ટેલિયમાં પીએમની ટીકા બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા કાર્યવાહી કરવામાં આવતા પહેલા સ્મિથને કેપ્ટનપદેથી હટાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ એક વર્ષ માટે ટીમમાંથી પણ સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો જયારે  ICC દ્વારા પણ સ્મિથને એક ટેસ્ટ મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો અને મેચ ફી ના ૧૦૦ % દંડ પણ ફટકાર્યો હતો.