Not Set/ નિદહાસ ત્રિકોણીય શ્રેણી : અંડરડોગ બાંગ્લાદેશની ટીમે શ્રીલંકાને ૫ વિકેટે હરાવી સર્જ્યો મેજર અપસેટ

કોલંબો, શ્રીલંકામાં રમાઈ રહેલી નિદહાસ ત્રિકોણીય શ્રેણીમાં અંડરડોગ કહેવાતી બાંગ્લાદેશની ટીમે પોતાની પ્રથમ જીત હાંસલ કરી છે. ટ્રાઇ સિરીઝના ત્રીજા મુકાબલામાં બાંગ્લાદેશે યજમાન ટીમ શ્રીલંકાને ૫ વિકેટે હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. આ સાથે જ બાંગ્લાદેશની ટીમ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચમાં ૨૦૦ કે તેનાથી વધુ રન ચેજ કરનારી વિશ્વની ચોથી ટીમ બની ગઈ છે. કોલંબોના પ્રેમદાસા […]

Sports
m નિદહાસ ત્રિકોણીય શ્રેણી : અંડરડોગ બાંગ્લાદેશની ટીમે શ્રીલંકાને ૫ વિકેટે હરાવી સર્જ્યો મેજર અપસેટ

કોલંબો,

  • શ્રીલંકામાં રમાઈ રહેલી નિદહાસ ત્રિકોણીય શ્રેણીમાં અંડરડોગ કહેવાતી બાંગ્લાદેશની ટીમે પોતાની પ્રથમ જીત હાંસલ કરી છે. ટ્રાઇ સિરીઝના ત્રીજા મુકાબલામાં બાંગ્લાદેશે યજમાન ટીમ શ્રીલંકાને ૫ વિકેટે હરાવીને મોટો અપસેટ સર્જ્યો છે. આ સાથે જ બાંગ્લાદેશની ટીમ આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચમાં ૨૦૦ કે તેનાથી વધુ રન ચેજ કરનારી વિશ્વની ચોથી ટીમ બની ગઈ છે.

કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાયેલી બીજી મેચમાં પ્રથમ બેટિંગ કરતા યજમાન શ્રીલંકન ટીમે ૨૦ ઓવરમાં ૬ વિકેટના નુકશાને ૨૧૪ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. શ્રીલંકા તરફથી સ્ફોટક બેટ્સમેન કુશલ પરેરાએ તૂફાની ૭૪ રનની ઇનિંગ્સ રમી હતી.

૨૧૫ રનના વિશાળ સ્કોરનો પીછો કરતા બાંગ્લાદેશની ટીમની શરૂઆત સારી રહી હતી. ઓપનર તામિમ ઇકબાલે ૪૭ અને લિટન દાસની ૪૩ રનનું યોગદાન આપ્યું હતું. ત્યારબાદ વિકેટકીપર મુશ્ફિકુર રહીમે મહેમાન ટીમને સંભાળી હતી અને માત્ર ૩૫ બોલમાં આક્રમક ૭૨ રન ફટકારી ટીમને ૫ વિકેટે શાનદાર વિજય અપાવ્યો હતો.

આંતરરાષ્ટ્રીય ટી-૨૦ ક્રિકેટમાં સફળતાપૂર્વક રન ચેજ કરવાની બાબતે બાંગ્લાદેશે આ રેકોર્ડ જીત પોતાના નામે કરી છે. આ પહેલા બાંગ્લાદેશે ટી-૨૦ મેચમાં ૧૯૩ રનનો બેસ્ટ સ્કોર પણ શ્રીલંકા સામે હતો. બીજી બાજુ ટી-૨૦ મેચમાં વિશાળ સ્કોરનો પીછો કરતા આ ચોથી સૌથી મોટી જીત છે. આંતરરાષ્ટ્રીય ટી-૨૦માં સૌથી મોટા રન ચેજ કરવાનો રેકોર્ડ ઓસ્ટ્રેલિયાના નામે છે. ૨૦૧૮માં કાંગારુઓએ ન્યુઝીલેન્ડ સામે ૨૪૫ રનનો સ્કોર હાંસલ કર્યો હતો.