Not Set/ ICC ટેસ્ટ રેંકિંગમાં કેપ્ટન કિંગ કોહલી ટોપ પર, રબાડા ફરીથી નંબર વન બોલર

ટીમ ઈન્ડિયાના કેપ્ટન કિંગ વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચોની મહત્વપૂર્ણ શ્રેણીના અગાઉ ICC ટેસ્ટ બેટ્સમેનની રેન્કિંગમાં ટોચના સ્થાન પર બની રહ્યા છે. જયારે દક્ષિણ આફ્રિકાના કેસિગો રબાડા ફરીથી દુનિયાના નંબર વન બોલર બની ગયા છે. ICC ની બુધવારે જાહેર થયેલી રેંકિંગ અનુસાર બેટ્સમેનની રેંકિંગમાં કેપ્ટન કિંગ વિરાટ કોહલી ૯૩૫ પોઈન્ટ્સ સાથે ટોપ પર […]

Sports
Captain King Kohli is On the top of ICC Test rankings, Rabada is again number one bowler

ટીમ ઈન્ડિયાના કેપ્ટન કિંગ વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામેની ચાર ટેસ્ટ મેચોની મહત્વપૂર્ણ શ્રેણીના અગાઉ ICC ટેસ્ટ બેટ્સમેનની રેન્કિંગમાં ટોચના સ્થાન પર બની રહ્યા છે. જયારે દક્ષિણ આફ્રિકાના કેસિગો રબાડા ફરીથી દુનિયાના નંબર વન બોલર બની ગયા છે.

ICC ની બુધવારે જાહેર થયેલી રેંકિંગ અનુસાર બેટ્સમેનની રેંકિંગમાં કેપ્ટન કિંગ વિરાટ કોહલી ૯૩૫ પોઈન્ટ્સ સાથે ટોપ પર છે. ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણીમાં તેઓ પોતાના રેંકિંગ પોઈન્ટ્સમાં સુધારો કરવાનો પ્રયાસ કરશે.

 Captain King Kohli is On the top of ICC Test rankings, Rabada is again number one bowler
mantavyanews.com

કોહલીના ટોચના સ્થાનને હાલના સંજોગોમાં કોઈ ખતરો નથી, કારણ કે, બીજા સ્થાન પર રહેલા સ્ટિવ સ્મિથ (૯૧૦ અંક)નું નિલંબન (સસ્પેન્સન) હજુ સુધી હટાવવામાં આવ્યું નથી અને તેઓ આગામી શ્રેણીમાં પણ રમી શકશે નહિ. જેના કારણે તેમનું રેંકિંગ ૯૦૦ પોઈન્ટ્સથી નીચે જવાની શક્યતા વધી ગઈ છે.

બોલીંગની રેંકિંગમાં ટોચના સ્થાન પર ફેરફાર થયો છે અને કેસિગો રબાડા ફરીથી નંબર વન બોલર બની ગયા છે, તેમણે ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસનને ટોચના સ્થાન પરથી ઉતારીને પોતે નંબર વન પર પહોંચી ગયા છે. જેમ્સ એન્ડરસન શ્રીલંકા સામેની છેલ્લી ટેસ્ટ મેચ રમી શક્યા ન હતા. જેના કારણે એન્ડરસનને નવ અંકનું નુકશાન થયું હતું અને તે હવે રબાડાથી માત્ર આઠ અંક પાછળ છે.

 Captain King Kohli is On the top of ICC Test rankings, Rabada is again number one bowler
mantavyanews.com

પાકિસ્તાનની ન્યૂઝીલેંડ સામેની બીજી ટેસ્ટ મેચમાં જીત મેળવ્યા પછી જાહેર કરાયેલ રેંકિંગમાં ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિન પણ એક ક્રમ ઉપર એટલે કે, સાતમાં સ્થાન પર પહોંચી ગયા છે. રવિન્દ્ર જાડેજા (આઈસીસી રેંકિંગમાં પાંચમાં ક્રમે) હવે ભારતના નંબર વન બોલર બની ગયા છે. અશ્વિનને ટ્રેટ બોલ્ટ (આઠમાં ક્રમ)ના બે ક્રમ નીચે ઉતરી જવાનો ફાયદો મળ્યો છે.

પાકિસ્તાનના યાસિર શાહે ન્યૂઝીલેંડ સામે 14 વિકેટ લેવાના દમ પર નવ ક્રમની લાંબી છલાંગ મારી છે અને તેઓ દસમાં ક્રમે પહોંચી ગયા છે.

 Captain King Kohli is On the top of ICC Test rankings, Rabada is again number one bowler
mantavyanews.com

યાસિર ઉપરાંત બાંગ્લાદેશના તાઈજુલ ઈસ્લામ પોતાના કેરિયર ના સર્વશ્રેષ્ઠ ૨૧માં (છ ક્રમ ઉપર) સ્થાન પર પહોંચી ગયા છે. બેન સ્ટોક (૨૮માં, ત્રણ સ્થાન ઉપર), દેવેન્દ્ર બિશૂ (૩૨માં ક્રમે, બે સ્થાન ઉપર) આદિલ રાશિદ (કેરિયરના સર્વશ્રેષ્ઠ સ્થાન ૩૬માં ક્રમે, બે સ્થાન ઉપર), જેક લીચ (૪૧મા ક્રમેમ બે સ્થાન ઉપર), લક્ષણ સંદકન (૪૫માં ક્રમે, ૧૧ સ્થાન ઉપર) અને મલિંદા પુષ્પકુમાર (૬૧માં ક્રમે, ૧૫ સ્થાન ઉપર)ના રેંકિંગમાં સુધારો થયો છે.

 Captain King Kohli is On the top of ICC Test rankings, Rabada is again number one bowler
mantavyanews.com

ભારતીય બેટ્સમેનોમાં કોહલી ઉપરાંત ફક્ત ચેતેશ્વર પુજારા (છઠ્ઠા ક્રમ)નો ટોપ ટેન બેટ્સમેનની યાદીમાં સમાવેશ થયેલો છે. ટોપ ટેન બેટ્સમેનોની યાદીમાં ફક્ત એક ફેરફાર આવ્યો છે. જેના દિનેશ ચંદિમલના સ્થાને ઉસ્માન ખ્વાજાએ દસમાં સ્થાન પર કબજો કરી લીધો છે. અજિંકય રહાણે બે સ્થાન નીચે ગબડીને ૧૯માં ક્રમે પહોંચી ગયા છે. જયારે કે. એલ. રાહુલ બે સ્થાન ઉપર આવીને સંયુક્ત રીતે ૨૪માં ક્રમે આવી ગયા છે.