Not Set/ ભારતીય ઓપનર રોહિતની પોસ્ટ પર ચહલે કરેલી કોમેન્ટ પર શર્માની પત્નીએ શું આપ્યો જવાબ, જુઓ

નવી દિલ્હી, ભારતીય ટીમના સ્ફોટક ઓપનર રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામે હાલમાં રમાયેલી તી-૨૦ અને વન-ડે શ્રેણીમાં ખુબ સારું પ્રદર્શન કર્યું હતું. ટી 20 અને વનડેમાં શાનદાર રનની વણઝાર કર્યા બાદ પણ તેઓ ટેસ્ટ સીરીઝનો હિસ્સો નથી. ટેસ્ટ ટીમમાં રોહિત શર્માએ સ્થાન ન મળ્યા બાદ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. ત્યારે હવે રોહિતની […]

Trending Sports
teaser ભારતીય ઓપનર રોહિતની પોસ્ટ પર ચહલે કરેલી કોમેન્ટ પર શર્માની પત્નીએ શું આપ્યો જવાબ, જુઓ

નવી દિલ્હી,

ભારતીય ટીમના સ્ફોટક ઓપનર રોહિત શર્માએ ઇંગ્લેન્ડ સામે હાલમાં રમાયેલી તી-૨૦ અને વન-ડે શ્રેણીમાં ખુબ સારું પ્રદર્શન કર્યું હતું. ટી 20 અને વનડેમાં શાનદાર રનની વણઝાર કર્યા બાદ પણ તેઓ ટેસ્ટ સીરીઝનો હિસ્સો નથી.

ટેસ્ટ ટીમમાં રોહિત શર્માએ સ્થાન ન મળ્યા બાદ પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. ત્યારે હવે રોહિતની આ પોસ્ટ પર ભારતીય ટીમના સ્પિન બોલર યુજ્વેન્દ્ર ચહલે કમેન્ટ કરી છે.

ચહલે રોહિતની પોસ્ટ પર કમેન્ટ કરી હતી કે, “Miss you Rohitaaaa sharaaammmaaa.”

જો કે ત્યારબાદ, આ કમેન્ટ પર રોહિતની વાઈફ રીતિકાએ એકદમ હટકે આશ્ચર્ય પમાડે એવો વળતો જવાબ આપ્યો છે. રીતિકાએ ચહલને કહ્યું કે, he’s mine now ( હવે એ મારો છે.)

Instagram will load in the frontend.

ઉલ્લેખનીય છે કે, રોહિતે પોતાની પત્ની સાથેના પણ ફોટો શેર કર્યા છે જેમાં એમણે લખ્યું છે કે, “Exploring the beautiful city of Prague #PragueOldTown”.