Not Set/ હાર્દિક-રાહુલ વિવાદ : ક્યારેક ભૂલ થઇ જાય, આખરે છીએ તો આપણે માણસ જ ને !

મુંબઈ કોફી વિથ કરણના થયેલા વિવાદને લઈને સૌરવ ગાંગુલીએ હાર્દિક-રાહુલનો પક્ષ લીધો હતો. તેમણે મુંબઈમાં ઇન્ડિયા ટુડે સાથે વાતચીત દરમ્યાન કહ્યું હતું કે લોકો ભૂલ કરતા રહેતા હોય છે. મને વિશ્વાસ છે કે જેણે પણ ભૂલ કરી છે તેમને એ વાતનો અફસોસ ચોક્કસથી થશે અને તે એક સારા વ્યક્તિ બનીને બહાર આવશે. આખરે આપને બધા […]

Top Stories Trending Sports
776802 776439 775938 752269 hardik pandya and kl rahul હાર્દિક-રાહુલ વિવાદ : ક્યારેક ભૂલ થઇ જાય, આખરે છીએ તો આપણે માણસ જ ને !

મુંબઈ

કોફી વિથ કરણના થયેલા વિવાદને લઈને સૌરવ ગાંગુલીએ હાર્દિક-રાહુલનો પક્ષ લીધો હતો. તેમણે મુંબઈમાં ઇન્ડિયા ટુડે સાથે વાતચીત દરમ્યાન કહ્યું હતું કે લોકો ભૂલ કરતા રહેતા હોય છે. મને વિશ્વાસ છે કે જેણે પણ ભૂલ કરી છે તેમને એ વાતનો અફસોસ ચોક્કસથી થશે અને તે એક સારા વ્યક્તિ બનીને બહાર આવશે. આખરે આપને બધા માણસ છીએ, કોઈ મશીન નથી કે બધું યોગ્ય જ થાય. તમારે જિંદગી જીવવી જોઈએ તેવી જ રીતે બીજાને પણ જિંદગી જીવવા દેવી જોઈએ.

વધુમાં સૌરવ ગાંગુલીએ સ્વીકાર કર્યો કે બંને ખેલાડીની ભૂલ છે પરંતુ આપને કોઈ નિર્ણય પર પહોચતા પહેલા તેમને સુધરવા માટેનો મોકો આપવો જોઈએ. ગાંગુલીએ કહ્યું કે તેઓ એક જવાબદાર વ્યક્તિ છે અને યુવાનો માટે રોલ મોડલ પણ છે , પરંતુ એક માણસ છે. તેમના પર હમેશા સારા પ્રદર્શનનો દબાવ રહેતો હોય છે તેવામાં કોઈક ભૂલ થઇ જતી હોય છે. આગળ વધવું જોઈએ અને સુનિશ્ચિત કરવું જોઈએ કે હવે ફરીથી આવી ભૂલ ન થાય.

હાર્દિકના પિતા : ઓસ્ટ્રેલીયાથી આવ્યો ત્યારથી ઘરની બહાર નથી નીકળ્યો 

૨૫ વર્ષીય હાર્દિક પંડ્યાના પિતાએ હાલમાં જ એક મોટો ખુલાસો કર્યો હતો.  ટીવી શોના વિવાદને લઈને હાર્દિક પંડ્યાના પિતાએ તેનો બચાવ કયો હતો. તેમણે કહ્યું કે આ વિવાદને લઈને હાર્દિક ઘણો નિરાશ છે તેણે પોતામે એક રૂમમાં બંધ કરી દીધો છે.

પિતા હિમાંશુ પંડ્યાએ વાતચીત દરમ્યાન કહ્યું કે મારો દીકરો આ વિવાદને લીધે ઘણો નિરાશ છે. ટીવી શો પર આપેલા નિવેદનને લીધે તેને ઘણો પસ્તાવો થઇ રહ્યો છે. તેણે વિશ્વાસ સાથે કહ્યું છે કે ફરીથી તે આવી ભૂલ ક્યારેય નહી કરે અને અમે લોકોએ પણ નક્કી કર્યું છે કે આ વિષય પર ક્યારેય વાત નહી કરીએ.

હિમાંશુ પંડ્યાએ વધુમાં કહ્યું કે જયારથી હાર્દિક ઓસ્ટ્રેલીયાથી પાછો આવ્યો છે ત્યારથી તે ઘરની બહાર નથી નીકળ્યો અને કોઈનો ફોન પણ નથી ઉપાડી રહ્યો.

શું છે આ મામલો ?

અત્રે ઉલ્લેખનીય છે કે, આ TV શોમાં પંડ્યાને પૂછવામાં આવ્યું કે, ક્લબમાં મહિલાઓના નામ શા માટે પૂછતા નથી, ત્યારે તેઓએ કહ્યું, “હું તેઓને જોવા માંગું છું કે, તેઓની ચાલ ઢાલ કેવી છે. હું થોડો આ પ્રકારનો જ છું, જેથી મારે એ જોવું હોઈ છે કે તેઓ કયા પ્રકારનો વર્તાવ કરે છે”.

જો કે ત્યારબાદ “કોફી વિથ કરણ” શો પર હાર્દિક પંડ્યાની ટિપ્પણીની ખુબ આલોચનાઓ કરવામાં આવી રહી છે, જ્યાં તેઓએ “સેક્સિસ્ટ” ગણાવ્યું હતું. જો કે ત્યારબાદ પંડ્યાએ પોતાની ટિપ્પણીઓને લઈ માફી માંગી હતી અને કહ્યું, “આ શોના હિસાબથી ભાવનાઓમાં વહી ગયા હતા.