Not Set/ ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ કેપ્ટને રવિ શાસ્ત્રી પર હુમલો બોલતા કહ્યું કઈક ખાસ

નવી દિલ્હી, દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે, ” વર્તમાન ભારતીય ટીમ છેલ્લા ૧૫ થી ૨૦ વર્ષોમાં વિદેશી ધરતી પર સૌથી શાનદાર પ્રદર્શન કરનારી ટીમ છે, ત્યારે હવે ભારતના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા પૂર્વ કાંગારું કેપ્ટન સ્ટીવ વોએ શાસ્ત્રી પર હુમલો બોલ્યો છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ કહ્યું […]

Trending Sports
shastri steve ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ કેપ્ટને રવિ શાસ્ત્રી પર હુમલો બોલતા કહ્યું કઈક ખાસ

નવી દિલ્હી,

દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન ટીમ ઇન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીએ દાવો કર્યો હતો કે, ” વર્તમાન ભારતીય ટીમ છેલ્લા ૧૫ થી ૨૦ વર્ષોમાં વિદેશી ધરતી પર સૌથી શાનદાર પ્રદર્શન કરનારી ટીમ છે, ત્યારે હવે ભારતના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા પૂર્વ કાંગારું કેપ્ટન સ્ટીવ વોએ શાસ્ત્રી પર હુમલો બોલ્યો છે.

1542271081 team india 2 ઓસ્ટ્રેલિયાના આ પૂર્વ કેપ્ટને રવિ શાસ્ત્રી પર હુમલો બોલતા કહ્યું કઈક ખાસ
sports-former-australia-captain-steve-waugh-termed-attack-team-india-ravi shastri

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કેપ્ટન સ્ટીવ વોએ કહ્યું છે કે,  “તે નિશ્ચિત નથી કે વિરાટ કોહલીની આગેવાની હેઠળની હાલની ભારતીય ટીમ આ પહેલાની ટીમ કરતા સારી છે, જેની વિરુદ્ધ તેઓ પોતાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન રમ્યા છે”.

સ્ટીવ વોએ વધુમાં કહ્યું, “આ પ્રકારના નિવેદનથી બચવું જોઈએ. હું ખાતરી આપતો નથી, પણ સંભવત આમ કહેવું ખૂબ સારી વાત નથી કે, કારણ કે એનાથી ટીમ પર દબાણ આવે છે”.

ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસ અંગે તેઓએ કહ્યું, “તાજેતરના સમયની સમસ્યાઓ છતાં ઓસ્ટ્રેલિયાને તેની હરાવવું મુશ્કેલ છે. અમારૂ બોલિંગ આક્રમણ વિશ્વ ક્રિકેટની કોઈ પણ ટીમ જેટલી પણ સારી હોય પરંતુ અમે વિકેટ મેળવી શકીએ છીએ”.