Not Set/ ક્રિકેટ/ સાઉથ આફ્રિકાના આ પૂર્વ ક્રિકેટરને 5 વર્ષની જેલની સજા કોર્ટે ફટકારી, અહીં જાણો કારણ

પ્રીટોરિયા, સાઉથ આફ્રિકા વતી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂકેલા  પૂર્વ ક્રિકેટ ગુલામ બોદીને 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.ગુલામ બોડીને 8 મેચોમાં સ્પૉટ ફિક્સિંગની ઘટનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. ગુલામ બોદી આફ્રિકા માટે ત્રણ વન-ડે રમી ચૂક્યો છે. ગુલામ બોદીએ ગત વર્ષે જ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.ગુલામ બોડીને પ્રિટોરિયાની કોર્ટે દોષી ઠેરવ્યા બાદ સજા […]

Top Stories Sports
aaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaaa 7 ક્રિકેટ/ સાઉથ આફ્રિકાના આ પૂર્વ ક્રિકેટરને 5 વર્ષની જેલની સજા કોર્ટે ફટકારી, અહીં જાણો કારણ

પ્રીટોરિયા,

સાઉથ આફ્રિકા વતી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂકેલા  પૂર્વ ક્રિકેટ ગુલામ બોદીને 5 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.ગુલામ બોડીને 8 મેચોમાં સ્પૉટ ફિક્સિંગની ઘટનાઓમાં દોષિત ઠેરવવામાં આવ્યો છે. ગુલામ બોદી આફ્રિકા માટે ત્રણ વન-ડે રમી ચૂક્યો છે.

ગુલામ બોદીએ ગત વર્ષે જ પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું.ગુલામ બોડીને પ્રિટોરિયાની કોર્ટે દોષી ઠેરવ્યા બાદ સજા ફટકારી હતી. આ સજા સાથે બોદી પર 203 ડૉલરનો દંડ લગાવવામાં આવ્યો. ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA)એ ગુલામ બોદીને 2015માં ડૉમેસ્ટિક ટી20 મેચોને ફિક્સ કરવાના પ્રયત્નો બદલ 20 વર્ષ માટે પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો.

જો કે, CSAના કહેવા પ્રમાણે બોદી કોઈપણ મેચને ફિક્સ કરવામાં સફળ રહ્યો નહીં કારણ કે, તેના અને બુકીઓના પ્રયત્નોને નિષ્ફળ કરી દેવામાં આવ્યા હતા.

બોદી હવે સાઉથ આફ્રિકાનો પ્રથમ એવો ખેલાડી છે, જેને 2004માં ભ્રષ્ટાચાર રોકવા માટે બનાવવામાં આવેલા ખાસ કાયદા હેઠળ દોષિત માનવામાં આવ્યો છે.સાઉથ આફ્રિકાના પૂર્વ કેપ્ટન હેન્સી ક્રોનિયેના મેચ ફિક્સિંગમાં ફસાયો હતો જે બાદ એક અકસ્માતમાં તેનું મોત થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.