Not Set/ હોકી ચેમ્પિયન ટ્રોફી : ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને ૪-૦થી હરાવી હાંસલ કરી પોતાની પ્રથમ જીત

બ્રેડા (નેધરલેંડ) નેધરલેંડમાં રમાઈ રહેલી ચેમ્પિયન ટ્રોફીની ટુર્નામેન્ટમાં ભારતીય હોકી ટીમે વિજય સાથે પોતાની શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં ભારતે કટ્ટર હરીફ અને ત્રણવારની વર્લ્ડ ચેમ્પિયન ટીમ પાકિસ્તાનને ૪-૦થી હરાવ્યું છે. ભારતીય ટીમ માટે રમનદીપ સિહે ૨૫મી મિનિટમાં, માત્ર ૧૭ વર્ષના દિલપ્રીત સિંહે ૫૪મી, મંદીપ સિંહે ૫૭મી અને લલિત ઉપાધ્યાયે ૫૯મી મિનિટમાં ૧-૧ ગોલ કર્યા […]

Top Stories Trending Sports
661148 590739 587324 india pak hockey pti હોકી ચેમ્પિયન ટ્રોફી : ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને ૪-૦થી હરાવી હાંસલ કરી પોતાની પ્રથમ જીત

બ્રેડા (નેધરલેંડ)

નેધરલેંડમાં રમાઈ રહેલી ચેમ્પિયન ટ્રોફીની ટુર્નામેન્ટમાં ભારતીય હોકી ટીમે વિજય સાથે પોતાની શરૂઆત કરી છે. પ્રથમ મેચમાં ભારતે કટ્ટર હરીફ અને ત્રણવારની વર્લ્ડ ચેમ્પિયન ટીમ પાકિસ્તાનને ૪-૦થી હરાવ્યું છે.

ભારતીય ટીમ માટે રમનદીપ સિહે ૨૫મી મિનિટમાં, માત્ર ૧૭ વર્ષના દિલપ્રીત સિંહે ૫૪મી, મંદીપ સિંહે ૫૭મી અને લલિત ઉપાધ્યાયે ૫૯મી મિનિટમાં ૧-૧ ગોલ કર્યા હતા. પ્રથમ હાફમાં માત્ર ૧ જ ગોલ કર્યો હતો, પરંતુ ત્યારબાદ બીજા હાફમાં ભારતીય ખેલાડીઓએ આક્રમક રમત દાખવતા ૩ ગોલ કર્યા હતા.

રમનદીપ સિંહે ભારતને અપાવી લીડ
ભારત અને પાકિસ્તાન વચ્ચેના મુકાબલાના પ્રથમ હાફમાં બંને ટીમો કોઈ ગોલ કરી શકી ન હતી, જયારે મેચનો બીજો હાફ પણ ગોલ રહિત જ પસાર થઇ રહ્યો હતો પારંતુ અંતિમ મિનિટોમાં રમનદીપ સિંહે ભારતીય ટીમ માટે પ્રથમ ગોલ કર્યો હતો. રમનદીપ સિંહે ગોલ હાફ ટાઈમના થોડાક સમય અગાઉ જ ૨૫મી મિનિટમાં આ ગોલ કર્યો હતો.

DgYUwIaV4AIaOkr હોકી ચેમ્પિયન ટ્રોફી : ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને ૪-૦થી હરાવી હાંસલ કરી પોતાની પ્રથમ જીત

અંતિમ ૬ મિનિટમાં ભારતીય ટીમે કર્યા ૩ ગોલ

૨૫મી મિનિટમાં રમનદીપ સિંહના એક ગોલ બાદ ભારતીય ખેલાડીઓએ અંતિમ મિનિટોમાં આક્રમક રમત દાખવતા માત્ર ૬ મિનિટમાં જ ૩ ગોલ કર્યા હતા. ૧૭ વર્ષના દિલપ્રીત સિંહે ૫૪મીએ એક જોરદાર હિટ લગાવતા પાકિસ્તાનના ગોલ કીપરને ચકમો આપતા શાનદાર ગોલ કર્યો હતો અને ભારતને ૨-૦ની લીડ અપાવી હતી.

DgYgBj3W4AIyIBd હોકી ચેમ્પિયન ટ્રોફી : ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને ૪-૦થી હરાવી હાંસલ કરી પોતાની પ્રથમ જીત

ત્યારબાદ મંદીપ સિંહે ૫૭મી ત્રીજો અને લલિત ઉપાધ્યાયે ૫૯મી મિનિટમાં એક ગોલ કરતા ભારતને ૪-૦ની લીડ હાંસલ કરાવી હતી.

પાકિસ્તાનનો ગોલ કરાયો રદ્દ

જયારે બીજી બાજુ હાફ ટાઈમમાં ૧-૦થી પાછળ રહ્યા બાદ પાકિસ્તાન દ્વારા ગોલની બરાબરી કરવાની કોશિશ કરી પરંતુ ભારતે રેફરલ માંગ્યા બાદ રેફરી દ્વારા ભારતીય ટીમના પક્ષમાં નિર્ણય આપ્યા બાદ પાકિસ્તાનના આ ગોલને રદ્દ કરવામાં આવ્યો હતો.

હોકીની ચેમ્પિયન ટ્રોફીમાં આ ૬ ટીમો વચ્ચે થાય છે ટક્કર  

ચેમ્પિયન ટ્રોફીમાં દુનિયાની હોકીની ટોચની ૬ ટીમો રમતી હોય છે. આ વર્ષે દુનિયાની નંબર ૧ ટીમ ઓસ્ટ્રેલિયા, ઓલમ્પિક ચેમ્પિયન ટીમ આર્જેન્ટીના, ભારત, બેલ્જિયમ, પાકિસ્તાન અને યજમાન ટીમ નેધરલેંડ છે.

આ ટીમો વચ્ચે ભારતની થશે ટક્કર

કટ્ટર હરીફ પાકિસ્તાનને ૪-૦થી હરાવ્યા બાદ ભારતીય ટીમ આગળના મુકાબલામાં ૨૪ જૂનના રોજ આર્જેન્ટીના, ૨૭ જૂને ઓસ્ટ્રેલિયા, ૨૮ જૂને બેલ્જિયમ અને ૩૦ જૂનના રોજ નેધરલેંડ સામે ટકરાશે.