Not Set/ IND vs AFG: ભારતે એક ઇનિંગ અને 262 રને મેળવી જીત

બેંગલુરુ: બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ઐતિહાસિક ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે ટેસ્ટ પ્રવેશ કરનારી અફઘાનિસ્તાનની ટીમને આજે બીજા દિવસની રમત પૂરી થાય તે અગાઉ એક ઇનિંગ અને ૨૬૨ રનથી હરાવીને ઐતિહાસિક જીત મેળવી છે. પ્રવાસી અફઘાનિસ્તાનની ટીમ ભારતીય સ્પિનરો આર. અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની બોલિંગમાં ફસાઈ ગઈ હતી. પ્રથમ ઈનિંગમાં અશ્વિને ચાર અને જાડેજાએ બે વિકેટ […]

Top Stories Trending Sports
IND vs AFG: India's innings and 262 runs won by the end of the second day

બેંગલુરુ: બેંગલુરુના ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહેલી ઐતિહાસિક ક્રિકેટ ટેસ્ટ મેચમાં ભારતે ટેસ્ટ પ્રવેશ કરનારી અફઘાનિસ્તાનની ટીમને આજે બીજા દિવસની રમત પૂરી થાય તે અગાઉ એક ઇનિંગ અને ૨૬૨ રનથી હરાવીને ઐતિહાસિક જીત મેળવી છે. પ્રવાસી અફઘાનિસ્તાનની ટીમ ભારતીય સ્પિનરો આર. અશ્વિન અને રવિન્દ્ર જાડેજાની બોલિંગમાં ફસાઈ ગઈ હતી. પ્રથમ ઈનિંગમાં અશ્વિને ચાર અને જાડેજાએ બે વિકેટ ઝડપી હતી જ્યારે બીજી ઈનિંગમાં જાડેજાએ ચાર અને અશ્વિને એક વિકેટ ઝડપી હતી.

પ્રવાસી ટીમ પહેલી ઈનિંગમાં ૧૦૯ રનમાં જ ઓલઆઉટ થઈ ગયા પછી બીજી ઈનિંગનો પ્રારંભ ખરાબ રહ્યો હતો. પ્રવાસી ટીમના ઓપનિંગ બેટ્સમેન મોહમ્મદ શહજાદ ૧૩ રન બનાવીને ઉમેશ યાદવની બોલમાં દિનેશ કાર્તિકને કેચ આપી બેઠો હતો. જાવેદ અહમદી બીજી ઈનિંગમાં પણ ફ્લોપ સાબિત થયા અને ત્રણ રન બનાવીને શિખર ધવનને કેચ આપી બેઠો હતો.

આ  પછી મોહમ્મદ નબીને ખાતું ખોલાવ્યા વિના જ ઉમેશ યાદવે એલબીડબલ્યુ આઉટ કરીને પરત મોકલ્યો હતો. જયારે ઇશાંત શર્માએ રહમત શાહને અજિંક્ય રહાણેના હાથોમાં કેચ આઉટ કરાવ્યો હતો. આ પછી કેપ્ટન અસગર સ્ટાનિકજાઈ પણ ૨૫ રન બનાવીને જાડેજાના બોલ પર રહાણેને કેચ આપી બેઠો હતો. જયારે રાશીદ ખાન ૧૨ રન બનાવીને જાડેજાના બોલ પર બોલ્ડ થયો હતો.

આ અગાઉ અફઘાનિસ્તાનની ટીમ પહેલાં દાવમાં માત્ર ૧૦૯ રન બનાવીને સમેટાઈ ગઈ હતી. જેમાં મોહમ્મદ શહજાદ અને જાવેદ અહમદી પહેલી વિકેટની ભાગીદારીમાં માત્ર ૧૫ ઉમેર્યા હતા. મોહમ્મદ શહજાદ ૧૪ રન બનાવીને રનઆઉટ થઈ ગયા હતા.

આ પછી જાવેદ અહમદી પણ એક રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા. રહમત શાહ અને અફસર જાજઈએ પણ પ્રેક્ષકોને નિરાશ કર્યા હતા અને વધુ સમય સુધી પીચ ઉપર ટકી શક્યા ન હતા. કેપ્ટન અસગર સ્ટાનિકજાઈની પાસેથી ટીમને આશા હતી, પરંતુ તેઓને ૧૧ રનના સ્કોર પર આર. અશ્વિને બોલ્ડ આઉટ કર્યા હતા. અફઘાનિસ્તાનની અડધી ટીમે માત્ર ૫૦ રનમાં પેવેલિયનમાં ચાલી ગઈ હતી. આ પછીના બેટ્સમેનો પણ કઈ ખાસ કરી શક્યા ન હતા.

આ અગાઉ મહેમાન અફઘાનિસ્તાનની ટીમે ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં ભારત (India) સામે ગુરૂવારથી શરૂ થયેલી મેચ દ્વારા ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું છે. ટોસ જીતીને પહેલાં બેટિંગનો નિર્ણય કરનારી ભારતીય ટીમે પ્રથમ દિવસના અંતે 6 વિકેટના નુકસાન પર 347 રન બનાવ્યાં હતા. બીજા દિવસના પ્રારંભ બાદ ભારતીય ટીમ 104.5 ઓવરમાં 474 રન બનાવીને ઓલ આઉટ થઈ છે. જયારે મહેમાન અફઘાનીસ્તાનની ટીમ બેટિંગમાં આવી છે. મહેમાન ટીમે દસ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને ૩૯ રન બનાવીને ઝઝૂમી રહી છે.

ગઈકાલે સાંજે પૂરી થયેલી રમત સમયે હાર્દિક પંડયા 10 અને અશ્વિન 7 રન પર રમી રહ્યાં હતા. આ પહેલાં મુરલી વિજય 105, શિખર ધવન 107 અને કે.એલ.રાહુલે 54 રન બનાવ્યાં હતા. મુરલી વિજયની આ 12મી સદી છે. તો શિખર ધવને તેની ટેસ્ટ ક્રિકેટની કારકિર્દીની સાતમી સદી ફટકારી છે. ધવન ટેસ્ટના પહેલાં દિવસે જ લંચથી પહેલાં સદી બનાવનાર પહેલાં ભારતીય બની જવાની સાથે અનેક નવા વિક્રમ બનાવ્યા છે. જયારે ચેતેશ્વર પુજારા 35 રન બનાવીને આઉટ થયા હતા. કેપ્ટન અજિન્ક્યા રહાણે માત્ર  દસ રન બનાવીને આઉટ થયા હતા જ્યારે દિનેશ કાર્તિક માત્ર ચાર રન બનાવીને આઉટ થયા છે.

આજે સવારે સંતનો પ્રારંભ થયો હતો ત્યારે હાર્દિક પંડ્યા 10 રન અને આર. અશ્વિન સાત રને રમી રહ્યા હતા. આર. અશ્વિન પોતાના અંગત સ્કોરમાં વધુ 11 રન ઉમેરીને 18 રનના સ્કોર પર આઉટ થયા હતા. ત્યાર બાદ રવિન્દ્ર જાડેજા પોતાના અંગત 20 રન બનાવીને આઉટ થયા હતા. રવિન્દ્ર જાડેજા આઉટ થયા પછી બેટિંગમાં આવેલા ઈશાંત શર્માએ હાર્દિક પંડ્યાને સાથ આપ્યો હતો.

આ બંનેએ ભારતીય ટીમનો સ્કોર ૪૪૦ બનાવ્યા હતા આ સમયે હાર્દિક પંડ્યા 71 રન બનાવીને આઉટ થયા હતા. આ પછી બેટિંગમાં આવેલા ઉમેશ યાદવે ૨૧ બોલમાં બે ચોક્કા અને બે છગ્ગાની મદદથી પોતાનો સ્કોર ૨૬ રને પહોંચાડ્યો હતો ત્યારે ભારતીય ટીમનો સ્કોર ૪૭૪ રને પહોંચ્યો હતો. આ સમયે ઇશાંત શર્મા પોતાના અંગત આઠ રનના સ્કોરે આઉટ થતાં ભારતીય ટીમનો વાવટો ૪૭૪ રને સંકેલાયો હતો.

અફઘાનિસ્તાન તરફથી અમઝદઝાઈએ ત્રણ વિકેટ, વફાદર અને રાશીદ ખાને બે-બે વિકેટ ઝડપી હતી.

જયારે અફગાનિસ્તાનની ટીમ બેટિંગમાં ઉતરી હતી અફગાનિસ્તાનની ટીમે પ્રારંભિક દસ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને માત્ર ૩૯ રન બનાવીને ભારતીય બોલરો સામે ઝઝૂમી રહી છે.