Not Set/ સદી ફટકારી રોહિત શર્માએ અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા

સાઉથ આફ્રિકા સામે શાનદાર જીત મેળવી ભારતે વર્લ્ડ કપમાં વિજયી પ્રારંભ કર્યો.ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યુ હતું જેમાં જીતનો શિલ્પી રોહિત શર્મા રહ્યો હતો. રોહિતની કરિયરની 23મી સેન્ચુરીની મદદથી ભારતે વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવી વિજયી શરૂઆત કરી. રોહિતે કરિયરની 23મી અને વર્લ્ડ કપની બીજી સેન્ચુરી ફટકારતા અણનમ 122 […]

Top Stories Sports
aaa સદી ફટકારી રોહિત શર્માએ અનેક રેકોર્ડ પોતાના નામે કર્યા

સાઉથ આફ્રિકા સામે શાનદાર જીત મેળવી ભારતે વર્લ્ડ કપમાં વિજયી પ્રારંભ કર્યો.ભારતે સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવ્યુ હતું જેમાં જીતનો શિલ્પી રોહિત શર્મા રહ્યો હતો.

રોહિતની કરિયરની 23મી સેન્ચુરીની મદદથી ભારતે વર્લ્ડ કપની પોતાની પ્રથમ મેચમાં સાઉથ આફ્રિકાને 6 વિકેટે હરાવી વિજયી શરૂઆત કરી.

રોહિતે કરિયરની 23મી અને વર્લ્ડ કપની બીજી સેન્ચુરી ફટકારતા અણનમ 122 રન બનાવ્યા.રોહિતે આ સદી ફટકારી ઘણા બધા રેકોર્ડ પોતાના નામે કર્યા.રોહિતે 144 બોલમાં 13 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી 122 રન બનાવ્યા.રોહિતે આ સદી ફટકારી પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીને ઓવરટેક કર્યો તો વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી.

રોહિતે આ મેચમાં સદી ફટકારવાની સાથે પૂર્વ ભારતીય કેપ્ટન સૌરવ ગાંગુલીના 22 વન-ડે સદીના રેકોર્ડને પાર કરી લીધો હતો. ગાંગુલીએ 311 મેચોમાં 22 સદી લગાવી હતી જ્યારે રોહિતે 207 મેચોમાં જ 23મી સદી બનાવી લીધી હતી. હવે તે સચિન તેંદુલકર (49) અને વિરાટ કોહલી (41) બાદ ત્રીજા ક્રમે છે.

આ સેન્ચ્યુરી મારવાની સાથે રોહિત હવે સૌથી વધુ સદીઓની બાબતમાં 10મા ક્રમે પહોંચી ગયો છે.રોહિત શર્માએ આ મેચમાં સદી ફટકારી વર્લ્ડકપમાં વિરાટ કોહલીના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. કોહલીએ પણ વર્લ્ડકપમાં બે સેન્ચુરી લગાવી છે જ્યારે આ રોહિતની બીજી સેન્ચુરી હતી. વર્લ્ડકપમાં સૌથી વધુ સદી ફટકારવાનો રેકોર્ડ સચિનના નામે છે જેણે 6 સેન્ચુરી લગાવી છે. આ જ યાદીમાં સૌરવ ગાંગુલી 3 સેન્ચુરી સાથે બીજા સ્થાને છે.