મેલબર્ન,
મેલબર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની બોક્સિંગ ડે ટેસ્ટમાં ભારતીય ટીમે ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ભારત દ્વારા આપવામાં આવેલા ૩૯૯ રનના ટાર્ગેટ સામે કાંગારું ટીમ ૨૬૧ રનમાં જ સમેટાઈ ગઈ હતી અને ટીમ ઇન્ડિયાએ ૧૩૭ રને વિજય હાંસલ કર્યો હતો.
આ સાથે જ ભારતે મેલબર્નમાં ૩૭ વર્ષ બાદ કોઈ ટેસ્ટ મેચમાં જીત મેળવી છે, તેમજ એક દુકાળ પણ સમાપ્ત થયો છે.
![#INDvAUS : બોક્સિંગ ડે ટેસ્ટ જીતવાની સાથે જ કેપ્ટન કોહલીએ ગાંગુલીના આ રેકોર્ડની કરી બરાબરી 1 #INDvAUS : બોક્સિંગ ડે ટેસ્ટ જીતવાની સાથે જ કેપ્ટન કોહલીએ ગાંગુલીના આ રેકોર્ડની કરી બરાબરી](https://pbs.twimg.com/media/Dvo0N2DWoAABxAh.jpg)
આ ઉપરાંત ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ એક રેકોર્ડની બરાબરી કરી છે. કોહલી એક કેપ્ટન તરીકે વિદેશી ધરતી ૧૧ ટેસ્ટ મેચમાં વિજય મેળવ્યો છે અને ભારતના પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીની બરાબરી કરી લીધી છે. આ પહેલા ગાંગુલીએ પણ એક કેપ્ટન તરીકે વિદેશી ધરતી પર ૧૧ મેચ જીતવામાં સફળતા મેળવી હતી.
બીજી બાજુ ભારતીય ટીમે છેલ્લા ૪૦ વર્ષમાં પહેલીવાર ઓસ્ટ્રેલિયાની ધરતી પર ૧ ટેસ્ટ સિરીઝમાં બે ટેસ્ટ જીતી છે. આ પહેલા ૧૯૭૭/૭૮ દરમિયાન ઓસ્ટ્રેલિયાના ત્રીજા પ્રવાસ દરમિયાન બે ટેસ્ટ જીતી હતી.
વર્ષ ૧૯૭૭/૭૮ દરમિયાન ભારતીય ટીમે ૨ ટેસ્ટ મેચ જીતી હતી, પરંતુપાંચ મેચની આ શ્રેણી ૨-૩થી ગુમાવી હતી, જયારે હાલની ચાર મેચની શ્રેણીમાં ભારત ૨-૧થી આગળ છે, જયારે સિરીઝની હારનો કોઈ ખતરો નથી.
આ પહેલા એડિલેડમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને ૩૧ રને હરાવ્યું હતું,