Not Set/ #INDvsAUS : ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજે માન્યો પંતનો લોહો, કહ્યું, “બંદે મેં હે દમ”

સિડની, સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સ ૭ વિકેટે ૬૨૨ રનના સ્કોરે ડિક્લેર કરી હતી. જો કે આ ઇનિંગ્સ દરમિયાન વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પોતાના આક્રમક ફોર્મમાં જોવા મળ્યો હતો અને પોતાના કેરિયરની બીજી સદી ફટકારતા ૧૫૯ રન બનાવ્યા હતા, ત્યારે હવે પંતની આ ઇનિંગ્સનો લોહો […]

Trending Sports
qck 459ff 1546577319 1 #INDvsAUS : ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજે માન્યો પંતનો લોહો, કહ્યું, "બંદે મેં હે દમ"

સિડની,

સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે પોતાની પ્રથમ ઇનિંગ્સ ૭ વિકેટે ૬૨૨ રનના સ્કોરે ડિક્લેર કરી હતી.

જો કે આ ઇનિંગ્સ દરમિયાન વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત પોતાના આક્રમક ફોર્મમાં જોવા મળ્યો હતો અને પોતાના કેરિયરની બીજી સદી ફટકારતા ૧૫૯ રન બનાવ્યા હતા, ત્યારે હવે પંતની આ ઇનિંગ્સનો લોહો ઓસ્ટ્રેલિયાના દિગ્ગજ ક્રિકેટર રિકી પોન્ટિંગે માન્યો છે.

Jtsuesme.jpg?zoom=0 #INDvsAUS : ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજે માન્યો પંતનો લોહો, કહ્યું, "બંદે મેં હે દમ"

પોન્ટિંગે કહ્યું હતું કે, “હું પંતની વાસ્તવિકતા પ્રતિભાનો ધની છું અને બોલ પર તે સારી રીતે હીટ કરી શકે છે. તે ખરેખર ક્રિકેટની રમતની સારી પરખ રાખે છે. હું ભાગ્યશાળી છું કે હું IPLમાં પંતનો કોચ રહ્યો”.

અત્રે ઉલ્લેખનીય છે કે, IPLની ફ્રેન્ચાઇઝી દિલ્હી ડેરડેવિલ્સની ટીમમાં રિકી પોન્ટિંગ કોચ હતા ત્યારે ઋષભ પંત પણ આ ટીમનો ખેલાડી હતો.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ વિકેટકીપર બેટ્સમેન ગિલક્રિસ્ટ સાથે પંતની તુલના કરતા તેઓએ કહ્યું, “આ ભારતીય સ્ફોટક બેટ્સમેન ગીલક્રિસ્ટ જેવો બની શકે છે. પરંતુ હાલમાં તેને વિકેટકીપિંગમાં થોડી મહેનત કરવાની જરૂરત છે અને તે એક સારો બેટ્સમેન પણ છે”.