Not Set/ #INDvWI : ત્રીજી ટી-૨૦માં વેસ્ટ ઇન્ડીઝને હરાવી ભારતે કર્યું ક્લીન સ્વીપ

ચેન્નઈ, ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની અંતિમ મેચમાં ભારતીય ટીમનો ૬ વિકેટે શાનદાર વિજય થયો છે. આ સાથે જ ભારતે વેસ્ટ ઇન્ડીઝની ટીમ પર ૩-૦થી ક્લીન સ્વીપ કર્યું છે. ત્રીજી અને અંતિમ ટી-૨૦ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મહેમાન ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૩ વિકેટના નુકશાને ૧૮૧ રન […]

Trending Sports
DrvV6D UwAASMGk #INDvWI : ત્રીજી ટી-૨૦માં વેસ્ટ ઇન્ડીઝને હરાવી ભારતે કર્યું ક્લીન સ્વીપ

ચેન્નઈ,

ભારત અને વેસ્ટ ઇન્ડીઝની ટીમ વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટી-૨૦ મેચની શ્રેણીની અંતિમ મેચમાં ભારતીય ટીમનો ૬ વિકેટે શાનદાર વિજય થયો છે. આ સાથે જ ભારતે વેસ્ટ ઇન્ડીઝની ટીમ પર ૩-૦થી ક્લીન સ્વીપ કર્યું છે.

ત્રીજી અને અંતિમ ટી-૨૦ મેચમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા મહેમાન ટીમે નિર્ધારિત ૨૦ ઓવરમાં ૩ વિકેટના નુકશાને ૧૮૧ રન બનાવ્યા હતા.

વેસ્ટ ઇન્ડીઝ દ્વારા આપવામાં આવેલા ૧૮૨ રનના ટાર્ગેટનો પીછો કરતા ભારતીય ટીમે સ્ફોટક ઓપનર બેટ્સમેન શિખર ધવન (૯૨) અને વૃષભ પંત (૫૮) રનની ઇનિંગ્સના સહારે છેલ્લા બોલ પર ટાર્ગેટને વટાવી સિરીઝ પર કબ્જો કર્યો હતો.

ટીમ ઇન્ડિયાના “ગબ્બર” શિખર ધવનને ૯૨ રનની મેચ વિનિંગ ઇનિંગ્સના કારણે “મેન ઓફ ધ મેચ” એવોર્ડ આપવામાં આવ્યો હતો, જયારે સમગ્ર શ્રેણીમાં બોલ દ્વારા ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનારા ચાઈનામેન બોલર કુલદીપ યાદવને “મેન ઓફ સિરીઝ”એવોર્ડ આપવામાં આવ્યો હતો.