નવી દિલ્હી,
છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટીમના પ્રમુખ ઝડપી બોલારોમાંના એક જસપ્રીત બુમરાહ પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાંથી પસાર થઇ રહ્યો છે. ભારતની જીતમાં હંમેશાની માટે બુમરાહનું યોગદાન અવ્વલ હોય છે અને તે પોતાના યોર્કર બોલના ખાસ હથિયાર દ્વારા વિરોધી ટીમના બેટ્સમેનોને પેવેલિયનનો રસ્તો બતાવ્યો છે.
જસપ્રીત બુમરાહના આ ખાસ હથિયારને લઈને હવે પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ બોલર વસીમ અકરમે એક નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું હતું કે, “વર્તમાન સમયમાં દુનિયાના ઝડપી બોલરોમાં બુમરાહનો યોર્કર બોલ સૌથી શ્રેષ્ઠ છે”.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં ભારતને મળેલી પ્રથમ જીતમાં પણ બુમરાહે મહત્વની ભૂમિકા નિભાવી હતી.
પોતાના સમયમાં સૌથી શ્રેષ્ઠ યોર્કર બોલર કરનારા અકરમે કહ્યું હતું કે, “વર્તમાન સમયમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમી રહેલા ક્રિકેટરોમાં જસપ્રીત બુમરાહનો યોર્કર બોલ સૌથી યોગ્ય છે. ઇંગ્લેન્ડમાં રમનારા વર્લ્ડકપની અંતિમ ઓવરોમાં તેઓ એક મોટું અંતર ઉભું કરશે”.