Not Set/ વન ડે માં ધોનીએ લગાવી ‘ટ્રિપલ સેન્ચુરી’, આવું કરવાવાળા દુનિયાના ચોથા વિકેટકીપર

ટિમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર પ્લેયર મહેન્દ્ર સિંહ ધોનીએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડસના ઐતિહાસિક મેદાન પર રમાયેલા બીજા વન ડે મેચમાં એક મોટી ઉપલબ્ધી મેળવી લીધી છે. હકીકતમાં, આ મેચમાં ધોનીએ વન ડે ઇન્ટરનેશનલમાં વિકેટ પાછળ 300 કેચ પુરા કરી લીધા છે. વિશ્વ ક્રિકેટમાં વન ડે માં હાલ સુધી ફક્ત એડમ ગિલક્રિસ્ટ(417), માર્ક બાઉચર(402) અને કુમાર […]

Top Stories India Sports
Dhoni 30 વન ડે માં ધોનીએ લગાવી 'ટ્રિપલ સેન્ચુરી', આવું કરવાવાળા દુનિયાના ચોથા વિકેટકીપર

ટિમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર પ્લેયર મહેન્દ્ર સિંહ ધોનીએ ઇંગ્લેન્ડ વિરુદ્ધ લોર્ડસના ઐતિહાસિક મેદાન પર રમાયેલા બીજા વન ડે મેચમાં એક મોટી ઉપલબ્ધી મેળવી લીધી છે.

હકીકતમાં, આ મેચમાં ધોનીએ વન ડે ઇન્ટરનેશનલમાં વિકેટ પાછળ 300 કેચ પુરા કરી લીધા છે. વિશ્વ ક્રિકેટમાં વન ડે માં હાલ સુધી ફક્ત એડમ ગિલક્રિસ્ટ(417), માર્ક બાઉચર(402) અને કુમાર સંગાકારા(383) જ 300થી વધારે કેચ લઇ શક્યા છે.

MS dhoni e1531578753669 વન ડે માં ધોનીએ લગાવી 'ટ્રિપલ સેન્ચુરી', આવું કરવાવાળા દુનિયાના ચોથા વિકેટકીપર

વન ડે માં ધોની કેચમાં ત્રણ શતક પુરા કરવાવાળા દુનિયાના ચોથા વિકેટકીપર બની ગયા છે. એમનાથી પહેલા ગિલક્રિસ્ટ, બાઉચર અને સંગાકારા જ આ મુકામ પર પહોંચ્યા છે.

ધોનીએ આ ઉપલબ્ધી ઇંગ્લેન્ડની બેટિંગના 37મી ઓવરમાં ઉમેશ યાદવના બોલ પર જોસ બાટલરનો કેચ પકડીને પ્રાપ્ત કરી છે.

વન ડેમાં વિકેટ પાછળ સૌથી વધારે કેચ 

  1. એડમ ગિલક્રિસ્ટ (ઓસ્ટ્રેલિયા) – 417
  2. માર્ક બાઉચર  (સાઉથ આફ્રિકા) – 402
  3. કુમાર સંગાકારા (શ્રીલંકા) – 383
  4. મહેન્દ્ર સિંહ ધોની (ભારત) – 300

703462 ms dhoni 1 afp e1531578823726 વન ડે માં ધોનીએ લગાવી 'ટ્રિપલ સેન્ચુરી', આવું કરવાવાળા દુનિયાના ચોથા વિકેટકીપર

આ ઉપરાંત ધોનીએ વન ડે માં સર્વાધિક 107 સ્ટંપ આઉટ કર્યા છે. આમ એમના નામ પર 407 શિકાર નોંધાયેલા છે.

દક્ષિણ આફ્રિકાના માર્ક બાઉચર (424), ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ (472) અને કુમાર સંગાકારા (482) એ જ એમનાથી વધારે શિકાર કર્યા છે.