Not Set/ બિમારીને હરાવી પરત ફરેલાં જેકોબ માર્ટિને કહ્યું મને કોઇ ક્રિકેટરે કોરો ચેક નથી આપ્યો

વડોદરા, 38 દિવસ સુધી વેલ્ટીલેટર પર રહેલાં વડોદરાના પુર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન હવે સાજા થયા છે.જેકોબ માર્ટિન જ્યારે હોસ્પિટલમાં ગંભીર હાલતમાં હતા ત્યારે તેમની ટ્રીટમેન્ટનો ખર્ચ લાખો રૂપિયા સુધી પહોંચ્યો હતો.એ સમયે કેટલાંક ક્રિકેટરોએ મીડીયા સામે દાવો કર્યો હતો કે તેમણે જેકોબના દવાનો ખર્ચ કાઢવા માટે આર્થિક મદદ કરી છે અને કોરા ચેક સુદ્ધા આપ્યા […]

Top Stories Sports
qqp 15 બિમારીને હરાવી પરત ફરેલાં જેકોબ માર્ટિને કહ્યું મને કોઇ ક્રિકેટરે કોરો ચેક નથી આપ્યો

વડોદરા,

38 દિવસ સુધી વેલ્ટીલેટર પર રહેલાં વડોદરાના પુર્વ ક્રિકેટર જેકોબ માર્ટિન હવે સાજા થયા છે.જેકોબ માર્ટિન જ્યારે હોસ્પિટલમાં ગંભીર હાલતમાં હતા ત્યારે તેમની ટ્રીટમેન્ટનો ખર્ચ લાખો રૂપિયા સુધી પહોંચ્યો હતો.એ સમયે કેટલાંક ક્રિકેટરોએ મીડીયા સામે દાવો કર્યો હતો કે તેમણે જેકોબના દવાનો ખર્ચ કાઢવા માટે આર્થિક મદદ કરી છે અને કોરા ચેક સુદ્ધા આપ્યા છે.

જો કે હવે હોસ્પિટલમાંથી સારવાર લઇને ઘરે પરત ફરેલાં જેકોબે કહ્યું હતું કે તેમને કોઇ ક્રિકેટરોએ કોરા ચેક નથી આપ્યાં.જેકોબ માર્ટિને કહ્યું છે કે કેટલાક ક્રિકેટરોએ માત્ર ખબર જોવા આવતા હતા પરંતું તેમણે મને આર્થિક મદદ નથી કરી.જેમાં વડોદરાનો જાણીતો ક્રિકેટર યુસુફ પઠાણ પણ હતો.

જેકોબે કહ્યું કે મારી પત્નિ કહે છે કે કેટલાંક ક્રિકટરો બહાર એવો દાવો કરી રહ્યાં છે કે મને તેમણે આર્થિક મદદ કરી છે પણ એમાં સચ્ચાઇ નથી.

જેકોબે ભારતીય ટીમના પુર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીનો આભાર માનતા કહ્યું હતું કે મારી પત્નિના એક ફોન પર તેમણે 1 લાખ રૂપિયા મોકલી આપ્યા હતા.તેમને હું ભગવાન માનું છું.તેમણે બીજી મદદની પણ તૈયારી બતાવી હતી.

જેકોબે વડોદરાના ક્રિકટરો પર બળાપો કાઢતા કહ્યું કે અહીં કૃણાલ પંડ્યાને બાદ કરતાં કોઇ ક્રિકેટરોએ મદદ નહોતી કરી.કૃણાલ પંડ્યા જુનિયર હોવા છતાં તેણે 1 લાખનો ચેક આપ્યો હતો.

જેકોબ માર્ટિને બીસીસીઆઇ પર પણ રોષ વ્યક્ત કરતાં કહ્યું કે તેમણે 7 દિવસ પછી મદદ મોકલી હતી.બીસીસીઆઇએ પુર્વ ક્રિકેટરોની મદદ માટે એવી પોલિસી બનાવવી જોઇએ જેનાથી તેમને તાત્કાલિક મદદ મળે.

જેકોબ માર્ટિનને અકસ્માત થતાં તેઓ વડોદરાની ખાનગી હોસ્પિટલમાં 40થી વધુ દિવસ સારવાર અર્થે રહ્યાં હતા.