Not Set/ હરિયાણાની આ યુવતી બનશે પાકિસ્તાની ક્રિકેટરની દુલહન

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા બાદ દેશની વધુ એક દીકરી પાકિસ્તાની ક્રિકેટર સાથે નિકાહ કરવા જઈ રહી છે.હરિયાણા ખાતે આવેલ જિલ્લા નુંહના એક નાના ગામની  રહેવાસી શામિયા આરઝૂ પાકિસ્તાનના ઝડપી બોલર હસન અલી સાથે લગ્ન કરવા જઈ રહી છે.બંનેના લગ્ન 20 ઓગસ્ટના રોજ થશે. શામિયા એર અમીરાતમાં ફ્લાઇટ એન્જિનિયર છે.શામિયાએ માનવ રચના યુનિવર્સિટીથી બિટેક(એરોનેટિકલ)ની ડિગ્રી લીધી […]

Sports
arjnn 3 હરિયાણાની આ યુવતી બનશે પાકિસ્તાની ક્રિકેટરની દુલહન

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા બાદ દેશની વધુ એક દીકરી પાકિસ્તાની ક્રિકેટર સાથે નિકાહ કરવા જઈ રહી છે.હરિયાણા ખાતે આવેલ જિલ્લા નુંહના એક નાના ગામની  રહેવાસી શામિયા આરઝૂ પાકિસ્તાનના ઝડપી બોલર હસન અલી સાથે લગ્ન કરવા જઈ રહી છે.બંનેના લગ્ન 20 ઓગસ્ટના રોજ થશે.

શામિયા એર અમીરાતમાં ફ્લાઇટ એન્જિનિયર છે.શામિયાએ માનવ રચના યુનિવર્સિટીથી બિટેક(એરોનેટિકલ)ની ડિગ્રી લીધી છે. પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં જન્મેલ હસન અલી અને નૂંહના ચંદેની રહેવાસી શામિયાની દુબઈ ખાતે એટલાંટિસ પામ જુબેરા હોટલમાં લગ્ન થશે.

શામિયાના પિતા લિયાકત અલીએ જણાવ્યું કે પરિવારના લગભગ 10 સભ્ય 17 ઓગસ્ટે દુબઈ જઈ રહ્યા છે.ઉપરાંત તેમને કહ્યું કે દીકરીના લગ્ન તો કરવાના છે, તે ભારત હોય કે પછી પાકિસ્તાનમાં, તેનાથી ફરક નથી પડતો. ભાગલાના સમયે ઘણા સગા-વહાલાં પાકિસ્તાન ચાલ્યા ગયા હતા, જેમની સાથે આજે પણ વાત થાય છે.

લિયાકત અલીએ જણાવ્યું કે પાકિસ્તાનના પૂર્વ સાંસદ અને પાકિસ્તાન રેલવે બોર્ડના ચેરમેન રહેલા સરદાર તુફૈલ ઉર્ફે ખાન બહાદુર અને મારા દાદા સગા ભાઈ હતા. તેમનો પરિવાર આજે પાકિસ્તાનના કસૂર જિલ્લાના કચ્ચી કોઠી નઇયાકીમાં રહે છે અને તેમના દ્વારા જ સંબંધ નક્કી થયો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.