Not Set/ સ્પોર્ટ્સ/ રોહિત શર્મા બન્યો સિક્સર કિંગ, બનાવ્યો આ ખાસ રેકોર્ડ

મુંબઇનાં વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક ટી-20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનાં હિટમેન રોહિત શર્માએ 71 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે ભારતીય ક્રિકેટ ટીમનાં ઓપનર રોહિત શર્માએ પોતાના નામે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. આ મેચમાં, હિટમેને ત્રીજી ઓવરનાં પહેલા બોલમાં છક્કો ફટકારતા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 400 સિક્સર […]

Top Stories Sports
gettyimages 1072047638 594x594 1 સ્પોર્ટ્સ/ રોહિત શર્મા બન્યો સિક્સર કિંગ, બનાવ્યો આ ખાસ રેકોર્ડ

મુંબઇનાં વાનખેડે સ્ટેડિયમ ખાતે ભારત-વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક ટી-20 મેચમાં ભારતીય ક્રિકેટ ટીમનાં હિટમેન રોહિત શર્માએ 71 રનની શાનદાર ઇનિંગ રમી હતી. આ સાથે ભારતીય ક્રિકેટ ટીમનાં ઓપનર રોહિત શર્માએ પોતાના નામે એક ખાસ રેકોર્ડ બનાવ્યો છે. આ મેચમાં, હિટમેને ત્રીજી ઓવરનાં પહેલા બોલમાં છક્કો ફટકારતા જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેની 400 સિક્સર પૂરી કરી હતી.

રોહિત શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400 સિક્સર ફટકારનાર ભારતનો પ્રથમ અને વિશ્વનો ત્રીજો ખેલાડી બન્યો છે. રોહિત શર્મા પહેલા ક્રિસ ગેલ અને શાહિદ આફ્રિદીએ આ કારનામો કર્યોં હતો. રોહિત શર્માએ અત્યાર સુધીમાં 32 ટેસ્ટમાં 52 સિક્સર, 218 વનડેમાં 232 સિક્સર અને 102 ટી -20 ક્રિકેટ મેચોમાં 116 સિક્સર ફટકારી છે. જણાવી દઈએ કે આંતરરાષ્ટ્રીય ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર લગાવવાનો રેકોર્ડ રોહિત શર્માનાં નામે જ છે. તેણે આ ફોર્મેટમાં અત્યાર સુધીમાં 116 સિક્સર ફટકારી છે. ન્યૂઝીલેન્ડનાં બેટ્સમેન માર્ટિન ગુપ્ટિલ 113 છક્કા સાથે આ યાદીમાં બીજા સ્થાને છે.

વનડે ક્રિકેટમાં રોહિત સૌથી વધુ સિક્સર ફટકારવાનાં મામલામાં ચોથા ક્રમે છે પરંતુ ભારતીય ખેલાડીઓમાં તે સૌથી આગળ છે. રોહિતે આ ફોર્મેટમાં અત્યાર સુધીમાં 232 સિક્સર ફટકારી છે.

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર

ક્રિસ ગેલ – 462 મેચ, 534 સિક્સર

શાહિદ આફ્રિદી: 524 મેચ, 476 સિક્સર

રોહિત શર્મા: 352 મેચ, 400* સિક્સર

બ્રેન્ડન મેક્કુલમ: 432 મેચ, 398 સિક્સર

રોહિત પછી ત્રણેય ફોર્મેટમાં સૌથી વધુ સિક્સર લગાવનારા ભારતીય બેટ્સમેન એમએસ ધોની બીજા સ્થાને છે. તેણે 359 સિક્સર ફટકારી છે. ફક્ત આ બંને બેટ્સમેનોએ ભારતમાં 300 થી વધુ સિક્સર ફટકારી છે. મુંબઇ ટી-20 પહેલા રોહિત શર્માએ ટી-20 ક્રિકેટમાં સૌથી વધુ રન (2547) બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો, જ્યારે વિરાટ તેનાથી (2544) ત્રણ રન જ પાછળ હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.