Not Set/ VIDEO : રાશિદના આ બોલને ગણવામાં આવી રહ્યો છે “બોલ ઓફ ધ સેન્ચુરી”

ઓવલ, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે ઓવલના ગ્રાઉન્ડ પર રમાયેલી અંતિમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેંડે ટીમ ઇન્ડિયાને ૧૧૮ રને હારનો સ્વાદ ચખાડ્યો હતો. આ સાથે જ ઇંગ્લેન્ડ ની ટીમે પાંચ મેચની સિરીઝ ૪-૧ થી પોતાના નામે કરી લીધી છે. જો કે એક સમયે યજમાન ટીમને આ જીત મેળવવા માટે ખુબ સંઘર્ષ કરવો પડ્યો હતો. ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન કે એલ […]

Trending Sports Videos
rashid VIDEO : રાશિદના આ બોલને ગણવામાં આવી રહ્યો છે "બોલ ઓફ ધ સેન્ચુરી"

ઓવલ,

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે ઓવલના ગ્રાઉન્ડ પર રમાયેલી અંતિમ ટેસ્ટ મેચમાં ઈંગ્લેંડે ટીમ ઇન્ડિયાને ૧૧૮ રને હારનો સ્વાદ ચખાડ્યો હતો. આ સાથે જ ઇંગ્લેન્ડ ની ટીમે પાંચ મેચની સિરીઝ ૪-૧ થી પોતાના નામે કરી લીધી છે.

જો કે એક સમયે યજમાન ટીમને આ જીત મેળવવા માટે ખુબ સંઘર્ષ કરવો પડ્યો હતો. ભારતીય ટીમના ઓપનર બેટ્સમેન કે એલ રાહુલ અને વિકેટકીપર બેટ્સમેન વૃષભ પંતે ખાસ અંદાજમાં બેટિંગ કરી હતી.

આ બંને ખેલાડીઓ વચ્ચે બેવડી સદીની ભાગીદારી નોધાયા બાદ જયારે રાહુલ ૧૪૯ રનના સ્કોર પર બેટિંગ કરી રહ્યો હતો ત્યારે અંગ્રેજ સ્પિન બોલર આદિલ રાશિદે તેને જે રીતે આઉટ કર્યો હતો એ કી જાદુથી ઓછું ન હતું.

વિકેટ પર પોતાની નજર અજમાવી ચુકેલા રાહુલ જયારે રાશિદના આ બોલ પર આઉટ થયો તે જોઇને તે પોતે ચકિત થઇ ગયો હતો. આદિલ રાશિદનો આ બોલ કઈક અલગ હતો તે જોઇને આ બોલે ઓસ્ટ્રેલિયાના પૂર્વ દિગ્ગજ સ્પિનર શેન વોર્નના “બોલ ઓફ ધ સેન્ચુરી”ની યાદ અપાવી હતી.

ત્યારબાદ સોશિયલ મીડિયામાં લોકો આ બોલને “બોલ ઓફ ધ સેન્ચુરી” ગણાવી રહ્યા છે. આ બોલનનો વીડિયો અને ફોટો શેર કરી રહ્યા છે અને પ્રશંસા કરવામાં આવી રહી છે.