Not Set/ ટીમ ઇન્ડિયાના આ પૂર્વ કેપ્ટને રવિ શાસ્ત્રીને કોચ તરીકે ગણાવ્યા અપરિપક્વ, જાણો શું છે કારણ

નવી દિલ્હી, ભારત અને ઈંગ્લેંડ વચ્ચે હાલમાં સમાપ્ત થયેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ઈંગ્લેંડે ટીમ ઇન્ડિયાને ૧-૪થી પરાજય આપ્યો છે, ત્યારે ટીમના પ્રદર્શનને લઇને પણ ખુબ આલોચનાઓ થઇ રહી છે. ત્યારે હવે વિદેશી ધરતી પર હંમેશા કંગાળ ફોર્મમાંથી પસાર થઇ રહેલી ભારતીય ટીમને લઇ હેડ કોચ રવિ શાસ્ત્રી પર પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ નિશાન સાધતા શાસ્ત્રીને […]

Trending Sports
thequint2F2015 062F046074b1 ce28 428b 8c76 6ff412af17bd2Fshastri.00 00 20 14.Still003 ટીમ ઇન્ડિયાના આ પૂર્વ કેપ્ટને રવિ શાસ્ત્રીને કોચ તરીકે ગણાવ્યા અપરિપક્વ, જાણો શું છે કારણ

નવી દિલ્હી,

ભારત અને ઈંગ્લેંડ વચ્ચે હાલમાં સમાપ્ત થયેલી પાંચ ટેસ્ટ મેચની શ્રેણીમાં ઈંગ્લેંડે ટીમ ઇન્ડિયાને ૧-૪થી પરાજય આપ્યો છે, ત્યારે ટીમના પ્રદર્શનને લઇને પણ ખુબ આલોચનાઓ થઇ રહી છે.

ત્યારે હવે વિદેશી ધરતી પર હંમેશા કંગાળ ફોર્મમાંથી પસાર થઇ રહેલી ભારતીય ટીમને લઇ હેડ કોચ રવિ શાસ્ત્રી પર પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલીએ નિશાન સાધતા શાસ્ત્રીને કોચ તરીકે અપરિપક્વ ગણાવ્યા છે.

collage1 647 070116015314 ટીમ ઇન્ડિયાના આ પૂર્વ કેપ્ટને રવિ શાસ્ત્રીને કોચ તરીકે ગણાવ્યા અપરિપક્વ, જાણો શું છે કારણ
sports-team-india-lost-test-series-england-coach-ravi-shastri-Sourav Ganguly-Immature

ભારતીય ટીમના સૌથી સફળ કેપ્ટનોમાં શામેલ ગાંગુલીએ જણાવ્યું હતું કે, “આ પ્રકારે વાતો કરવી એ સારી બાબત નથી. આ માત્ર તેઓની અપરિપક્વતા દર્શાવે છે. તેઓ ક્યારે શું કરશે ? આ કોઈને પણ ખબર હોતી નથી”.

પોતાના પ્રચારમાં જ ફસાઈ જવું એ પોતાની હાર છે

આ વચ્ચે ક્રિકઇન્ફોના એડિટર સંબિત બલે કહ્યું છે કે, “પોતાના પર ભરોષો કરવો એ સારી વાત છે, પરંતુ પોતાના પ્રચારમાં જ ફસાઈ જવું એ પોતાની હાર છે”.

શાસ્ત્રીએ ખરાબ પ્રદર્શન બાદ ટીમની કરી હતી પ્રશંસા

મહત્વનું છે કે, ઓવલમાં રમાયેલી સિરીઝની અંતિમ ટેસ્ટ મેચ પહેલા ભારતીય ટીમના કોચ રવિ શાસ્ત્રીએ કહ્યું હતું કે, “અમારી ટીમની કોશિશ પ્રવાસમાં સારું રમવું, પડકારોનો સામનો કરવો અને જીતવું છે”.

તેઓએ વધુમાં કહ્યું હતું કે, “મને યાદ નથી આવતું કે, છેલ્લા ૧૫ – ૨૦ વર્ષોમાં કોઈ બીજી ભારતીય ટીમ દ્વારા આટલા ઓછા સમયમાં આ પ્રકારનું પ્રદર્શન કર્યું છે અને આ દરમિયાન ટીમમાં કોઈ મહાન ખેલાડીઓ પણ નથી”.