Not Set/ સ્પોર્ટ્સ/ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ 4 મહિનામાં 26 કિલો વજન ઘટાડ્યું, શેર કર્યા Photos

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે જ્યાં તેણે પોતાનું વજન ઘટાડવાની યાત્રા શેર કરી છે. સાનિયાએ હાલમાં માતા બન્યા બાદ ટેનિસ કોર્ટમાં વાપસી કરી છે. માતા બન્યા બાદ તેનું વજન નોંધપાત્ર રીતે વધ્યું પરંતુ ટેનિસ સ્ટારે જે રીતે પોતાનુ વજન ઘટાડ્યું તે વખાણ કરવાને […]

Sports
સ્પોર્ટ્સ/ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ 4 મહિનામાં 26 કિલો વજન ઘટાડ્યું, શેર કર્યા Photos

ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેના ચાહકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે જ્યાં તેણે પોતાનું વજન ઘટાડવાની યાત્રા શેર કરી છે. સાનિયાએ હાલમાં માતા બન્યા બાદ ટેનિસ કોર્ટમાં વાપસી કરી છે. માતા બન્યા બાદ તેનું વજન નોંધપાત્ર રીતે વધ્યું પરંતુ ટેનિસ સ્ટારે જે રીતે પોતાનુ વજન ઘટાડ્યું તે વખાણ કરવાને યોગ્ય છે.

Image result for sania mirza in gym

સાનિયાએ ચાર મહિનામાં 26 કિલો વજન ઘટાડ્યું છે. જેનો ફોટો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો, તેણે લખ્યું છે કે, “89 kg કિલો વિ. 63 kg. આપણા બધાનું લક્ષ્ય છે.. રોજિંદા લક્ષ્ય અને લાંબા ગાળાના લક્ષ્ય.. આ બધા માટે ગૌરવ કરો.. મારું આ લક્ષ્ય હાંસલ કરવામાં મને 4 મહિનાનો સમય લાગ્યો, બાળક થયા બાદ ફરી સ્વસ્થ અને ફિટ થવામાં..”

2 copy 1581405456 સ્પોર્ટ્સ/ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાએ 4 મહિનામાં 26 કિલો વજન ઘટાડ્યું, શેર કર્યા Photos

“એવું લાગે છે કે તે ખૂબ જ લાંબો રસ્તો છે. પાછુ આવવું અને ફરીથી તંદુરસ્તી મેળવવી અને ફરીથી ઉચ્ચતમ સ્તરે સ્પર્ધા કરવામાં સક્ષમ થવુ. તમારા સપનાને અનુસરો. ભલે કેટલાક લોકો તમને કહે કે તમે તે કરી શકતા નથી, ભગવાન જાણે છે કે આપણે કેટલા લોકોથી ઘેરાયેલા છીએ. જો હું કરી શકું તો કોઈ પણ કરી શકે છે. “સાનિયાએ પોતાની પોસ્ટમાં કહ્યું.

Instagram will load in the frontend.

આપને જણાવી દઈએ કે, સાનિયા જાન્યુઆરીમાં હોબાર્ટ આંતરરાષ્ટ્રીય ખિતાબ જીત્યા પછી સ્પર્ધાત્મક ટેનિસમાં શાનદાર વાપસી કરી હતી અને તેણે ફાઈનલમાં બીજી ક્રમાંકિત ચીની જોડી પેંગ શુઆઈ અને ઝાંગ શુઆઈને 6-4, 6-4 થી હરાવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.