FIFA WORLD CUP/ રોનાલ્ડોનું વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર થતા રડતા રડતા સ્ટેડિયમ બહાર આવ્યો

મોરક્કોની ટીમે ઈતિહાસ રચ્યો છે. આ ટીમ સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ આફ્રિકન ટીમ બની ગઈ છે. આ પહેલા કોઈ આફ્રિકન દેશ ફિફા વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચી શક્યું ન હતું

Top Stories Sports
19 રોનાલ્ડોનું વર્લ્ડ કપ જીતવાનું સપનું ચકનાચૂર થતા રડતા રડતા સ્ટેડિયમ બહાર આવ્યો

મોરક્કોની ટીમે ઈતિહાસ રચ્યો છે. આ ટીમ સેમિફાઈનલમાં પહોંચનારી પ્રથમ આફ્રિકન ટીમ બની ગઈ છે. આ પહેલા કોઈ આફ્રિકન દેશ ફિફા વર્લ્ડ કપની સેમિફાઈનલમાં પહોંચી શક્યું ન હતું. અલ થુમામા સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મોરોક્કોએ પોર્ટુગલને 1-0થી હરાવ્યું. આ હાર સાથે જ વર્લ્ડ કપમાં પોર્ટુગલ અને ક્રિસ્ટિયાનો રોનાલ્ડોનું અભિયાન સમાપ્ત થઈ ગયું. મેચ બાદ રોનાલ્ડો રડતો જોવા મળ્યો હતો અને સ્ટેડિયમની બહાર રડતા રડતા બહાર નીકળ્યો હતો. 

મેચ હાર્યા બાદ રોનાલ્ડો રીતસર રડી પડ્યો હતો અને રડતા રડતા સ્ટેડિયમની બહાર નીકળ્યો હતો ,તેની ટીમ સેમીફાઇનલમાં ન પહોચતા તે ખુબ હતાશ જોવા મળ્યો હતો.        

મોરોક્કો પહેલા આફ્રિકાની ત્રણ ટીમો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચૂકી છે, પરંતુ ત્રણેયને હારનો સામનો કરવો પડ્યો હતો. 1990માં કેમરૂન, 2002માં સેનેગલ અને 2010માં ઘાના ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયા હતા. આ સાથે જ પોર્ટુગલની ટીમ પ્રથમ વખત ફિફા વર્લ્ડ કપની ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઈ છે. ટીમ આ પહેલા બે વખત સેમીફાઈનલમાં પહોંચી હતી. 1966માં, ડીપીઆર કોરિયાને ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલ દ્વારા 5-3થી અને 2006માં ઇંગ્લેન્ડ દ્વારા પેનલ્ટી શૂટઆઉટમાં 3-1થી હરાવ્યું હતું.